
હાઈફાને હચમચાવ્યું ટ્રમ્પનું સંબોધન પૂરું થતાં જ ઈરાને ઈઝરાયલ પર ઝીંકી મિસાઈલોઈરાન હજુ પણ ઈઝરાયેલના ઠેકાણાઓ પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે, જે અમેરિકી દાવાઓ સામે સવાલો ઉભા કરે છે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે સૌથી ખતરનાક તબક્કામાં પહોંચી ગયું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રજાેગ સંબોધન પૂરું થતાની સાથે જ ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ હુમલા શરૂ કરી દીધા છે. આ હુમલાએ સ્પષ્ટ કરી દીધું છે કે જંગ હાલમાં થંભવાની નથી, પરંતુ વધુ તેજ બની શકે છે.ઈઝરાયેલી સેના ના જણાવ્યા અનુસાર, ટ્રમ્પનું ભાષણ પૂર્ણ થતાની સાથે જ ઈરાન તરફથી અનેક મિસાઈલો છોડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સેનાએ નિવેદન જારી કરીને કહ્યું કે, “ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દેવામાં આવી છે અને હુમલાને રોકવા માટે ઇન્ટરસેપ્શન ચાલુ છે.” આ સાથે જ ઈઝરાયલના મધ્ય અને ઉત્તરી વિસ્તારોમાં એર ડિફેન્સ સાયરન ગુંજી ઉઠ્યા હતા.નોંધનીય છે કે, ટ્રમ્પે પોતાના સંબોધનમાં દાવો કર્યાે હતો કે અમેરિકા અને ઈઝરાયલે ઈરાનની સૈન્ય તાકાતને લગભગ ખતમ કરી દીધી છે. તેમણે ચેતવણી આપી હતી કે, “અમે આગામી બે થી ત્રણ અઠવાડિયામાં તેમને અત્યંત આકરો જવાબ આપીશું અને તેમને પાષાણ યુગ માં પાછા મોકલી દઈશું.” ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે ઈરાનની નૌસેના અને વાયુસેના સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે.પરંતુ, ટ્રમ્પના આ દાવાઓની થોડી જ મિનિટો બાદ થયેલા મિસાઈલ હુમલાઓ દર્શાવે છે કે જમીની હકીકત અલગ છે. ઈરાન હજુ પણ ઈઝરાયેલના ઠેકાણાઓ પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે, જે અમેરિકી દાવાઓ સામે સવાલો ઉભા કરે છે.ટ્રમ્પે એવો પણ દાવો કર્યાે હતો કે જંગ પૂરો થયા પછી હોર્મુઝની ખાડી આપોઆપ ખુલી જશે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ જાેતા આ રસ્તો હજુ પણ તણાવનું કેન્દ્ર છે અને વૈશ્વિક ઉર્જા પુરવઠા પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. નિષ્ણાતો માને છે કે ટ્રમ્પનું આક્રમક નિવેદન અને ઈરાનનો વળતો પ્રહાર આ જંગને વધુ ભડકાવી શકે છે.




