
કેન્દ્ર સરકાર ધ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં એકાએક કરાયેલા ૧૯૫.૫૦ રૂપિયા ના તોતિંગ વધારાને કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની જશે. કારણકે તાજેતર માં જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં વધેલા ભાવ વધારા બાદ આ બીજો ભાવ વધારો આવતા હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘા બની જતાં કેટલીય હોટલો, રેસ્ટોરન્ટો અને કેટરર્સવાળાના ધંધા પર અસર પડતાં ધંધો બંધ થવાને આરે આવીને ઊભો છે.
ત્યારે કેટલાય હોટલવાળાઓ એ ઉપરોક્ત તસવીરમાં દેખાય છે એમ કોલસાની સગડી વાપરવાનું શરૂ કરી ધંધો ચાલુ રાખ્યો છે. એ સિવાય અન્ય ઘણાએ વિકલ્પ તરીકે ઇલેક્ટ્રીક સગડીનો પણ ઉપયોગ શરૂ કરી ધંધાઓ ચાલુ રાખ્યા છે. એ સિવાય કરે પણ શું?
(તસવીર અને અહેવાલ છગનલાલ મેવાડા)




