
અસરાની, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જાેરદાર કોમેડી અક્ષય કુમારની ફિલ્મ ‘ભૂત બંગલા’નું ટ્રેલર રિલીઝ ફલ્મમાં અક્ષય અને પ્રિયદર્શને ૧૪ વર્ષ બાદ કામ કર્યું છે. આ ફિલ્મ ૧૭ એપ્રિલ ૨૦૨૬ના રોજ રિલીઝ થશે ડાયરેક્ટર પ્રિયદર્શનની હૉરર-કૉમેડી ફિલ્મ ‘ભૂત બંગલા’નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. તેના ટ્રેલરમાં જૂની હવેલીથી લઈને અનેક ટ્વિસ્ટ અને ટર્ન નજર આવ્યા. ટ્રેલરમાં અક્ષય કુમાર, પરેશ રાવલ અને રાજપાલ યાદવની દમદાર કૉમેડી નજર આવી. ‘ભૂત બંગલા’ના ટ્રેલરમાં ‘વધુસુર’ની સ્ટોરી બતાવવામાં આવી છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે ફિલ્મનો અસલી ભૂત ‘વધુસુર’ છે.
જેની સાથે અક્ષય કુમારનો આમનો-સામનો થશે. આ ફિલ્મનું ટ્રેલર કેટલાક અંશે ‘ભૂલ ભુલૈયા’ની યાદ અપાવે છે. કારણ કે, તેમાં પણ હવેલીનું કનેક્શન દેખાડવામાં આવ્યું છે. ટ્રેલરમાં આ પાત્રોની ખાસ ઝલક દેખાઈ‘ભૂત બંગલા’ના ટ્રેલરમાં ઘણા પાત્રોની ઝલક જાેવા મળી. તબ્બુનું પાત્ર તેની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૨’ની યાદ અપાવે છે. તંત્ર-મંત્રની આસપાસ તબ્બુનો કેમિયો નજર આવ્યો. આ ઉપરાંત અક્ષય કુમારની કૉમેડી ટાઇમિંગ જબરદસ્ત છે. પરેશ રાવલ, અસરાની અને રાજપાલ યાદવી દમદાર કૉમેડી કોઈનું પણ દિલ જીતી લેશે. વામિકા ગબ્બીનો અક્ષય સાથેનો રોમેન્ટિક અંદાજ જાેવા મળશે. બીજી તરફ મિથિલા પાલકરનો પણ ફિલ્મમાં મહત્ત્વપૂર્ણ રોલ છે. અક્ષય કુમારની હૉરર-કૉમેડી ફિલ્મ ‘ભૂત બંગલા’ને પ્રિયદર્શને ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં અક્ષય અને પ્રિયદર્શને ૧૪ વર્ષ બાદ કામ કર્યું છે. આ ફિલ્મ ૧૭ એપ્રિલ ૨૦૨૬ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ૧૬ એપ્રિલના રોજ રાત્રે ૯:૦૦ વાગ્યાથી ‘ભૂત બંગલા’ના પેડ પ્રિવ્યૂ શૉ થિયેટર્સમાં શરૂ થઈ જશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત તબ્બુ, પરેશ રાવલ, રાજપાલ યાદવ, અસરાની, મિથિલા પાલકર અને વામિકા ગબ્બી મુખ્ય ભૂમિકામાં છે. આ એક હોરર છતાં કોમેડીથી ભરપૂર ફિલ્મ છે.




