
સ્કૂલ દરમિયાન મેં મારી તસ્વીર એક પોર્ન સાઇટ પર જાેઈ અને હું ચોંકી ગયેલી લોકો તમારા કપડાં પરથી જ તમારા વિશે ધારણાઓ બાંધી લે છે : જાહન્વી પ્રેક્ષકો તમારા કપડાં પરથી તમારું વ્યક્તિત્વ કેવું છે એ નક્કી કરી લે છે. સેક્સ્યુઅલાઇઝેશન માત્ર સપાટી સુધી મર્યાદિત નથી : જાહન્વી જાહન્વી કપૂર તાજેતરમાં એક પોડકાસ્ટમાં હાજર રહી હતી, જ્યાં તેણે એઆઈના દુરુપયોગ અને લોકોની માનસિકતા વિશે વાત કરી હતી. જાહન્વીએ જણાવ્યું કે પોતાની લોકોની નજરમાં બને તેટલી ઓછી આવે એવાં પ્રયત્નો છતાં, લોકો તમને કેવી રીતે જુએ છે તે પર તેના પર તમારું ખાસ નિયંત્રણ નથી. જાહન્વીએ કહ્યું, “હું શક્ય તેટલી ઓછી દેખાઉં તે માટે ઘણાં પ્રયત્નો કર્યા છે, પરંતુ મારી પહેલેથી જ ઘણી તસવીરો અને વિડિઓઝ ઓનલાઈન છે, જેથી એવું લાગે છે કે હું ક્યાંય ગઈ જ નથી.”જાહન્વીએ જણાવ્યું કે આ સતત ફરતી તસવીરો તમારી ઓળખને માત્ર દેખાવ સુધી સીમિત કરી દે છે અને સેક્સ્યુઅલાઇઝેશનનું એક એવું ચક્ર ઉભું કરે છે, જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. તેણે કહ્યું, “મને ગમતું નહોતું કે લોકો મને આવા દ્રશ્યો અને AI દ્વારા બનાવેલી વસ્તુઓને કારણે કેવી રીતે જુએ છે.
આની સીધો અસર તેનાં વર્તન અને કારકિર્દી પર પડી છે. હું એવું નથી વિચારતી કે હું હોટ લાગી રહી છું, ચાલો પોસ્ટ કરીએ. પણ હવે હું દસ વખત વિચારું છું, કારણ કે કોઈ પણ વસ્તુનો ખોટો અર્થ કાઢી શકાય છે.”જાહન્વીએ ખાસ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું, “પ્રેક્ષકો તમારા કપડાં પરથી તમારું વ્યક્તિત્વ કેવું છે એ નક્કી કરી લે છે. સેક્સ્યુઅલાઇઝેશન માત્ર સપાટી સુધી મર્યાદિત નથી — તે તમારી વિશ્વસનીયતા અને તકોને પણ અસર કરે છે.”જાહ્નવી કપૂરે શરૂઆતના ચોંકાવનારા ડીપફેક અનુભવ વિશે યાદ કરતાં કહ્યું, “મને ખાતરી નથી કે તે ટેન્કિકલી ડીપફેક હતું કે નહીં, પરંતુ કંઈક આવું જ હતું. મેં મારી તસ્વીર એક પોર્ન સાઇટ પર જાેઈ. અમે સ્કૂલમાં IT ક્લાસમાં હતાં અને છોકરાઓ મજા માટે આવી સાઇટ્સ પર જતા અને ત્યાં મારી તસ્વીરો હતી. હું હજી સ્કૂલમાં હતી, ત્યારે આવું થયું. એ બહુ જ અજીબ અનુભવ હતો.”તેણે સ્વીકાર્યું કે આ ઘટનાએ તેને નાની ઉંમરે જ પબ્લિક ફિગર હોવાના નકારાત્મક પાસાં સમજાવ્યાં હતું. “એક સમયે મને લાગ્યું — ‘શા માટે? શું આ કિંમત ચૂકવવી પડે?’ આ બાબતોમાં નૈતિકતા જ નથી. સોશિયલ મીડિયા સાથે, દરેક કોઈ કંઈપણ મૂકી દે છે. ઘણા લોકો માને છે કે ‘તમે પબ્લિક ફિગર છો, એટલે આ તો થશે જ.’આવી બાબતોની કામ પર પડતી અસર વિશે તેણે ઉમેર્યું, “કાલે જાે હું કોઈ ફિલ્મમાં કામ કરું અને ડિરેક્ટરને કહું કે મને કંઈક પહેરવું અનુકૂળ નથી, તો તેઓ કહી શકે — ‘પણ તમે આ પહેલેથી કર્યું છે, લોકો એ જાેઈ ચૂક્યા છે.’




