
પિક્ચર અભી બાકી હૈ ગંભીર ઈજા બાદ નુસરતે પહેલી પોસ્ટ શેર કરી નુસરત કામ અને રજા અર્થે બાલી ગઈ હતી, જ્યાં અકસ્માત થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અભિનેત્રી નુસરત ભરૂચાએ બાલીમાં થયેલા અકસ્માતમાં કરોડરજ્જુમાં ળેક્ચર થયા પછી સોશિયલ મીડિયા પર પહેલી પોસ્ટ શેર કરી છે. મુંબઈની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી અભિનેત્રીએ સુર્યાસ્ત સમયે બારી પાસે રાખેલી વ્હીલચેરની તસવીર પોસ્ટ કરી હતી. સાથે તેણે અકસ્માત પછી જીવન પ્રત્યેનો પોતાનો દ્રષ્ટિકોણ બદલાયો હોવાનો સંકેત આપ્યો હતો. તેણે ‘ઓમ શાંતિ ઓમ‘ ફિલ્મનો ડાયલોગ ટાંકતાં લખ્યું હતું કે ‘પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત..’નુસરત કામ અને રજા અર્થે બાલી ગઈ હતી, જ્યાં અકસ્માત થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં તબીબી નિરીક્ષણ અને પ્રાથમિક સારવાર પછી વધુ સારવાર માટે તેને ભારત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અભિનેત્રીની ટીમે તેના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાની વાત જણાવી હતી અને આ મુશ્કેલ સમયમાં તેની ગોપનીયતા જાળવવા ચાહકોને વિનંતી કરી હતી.બીજી ઓક્ટોબરે નુસરતને એર એમ્બ્યુલન્સ દ્વારા બાલીથી મુંબઈ લાવવામાં આવી હતી. ત્યાર પછી તેને વધુ સારવાર માટે મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અગાઉ તેની કરોડરજ્જુની સર્જરી કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી. જાે કે, સર્જરીની સ્થિતિ, ઈજાની ગંભીરતા અને હોસ્પિટલમાંથી રજા મળવાની તારીખ વિશે હજી સુધી કોઈ સત્તાવાર વિગત જાહેર કરવામાં આવી નથી.




