
કતારનો પ્લાન્ટ ઠપ થતાં એલએનજીનો ૨૦ ટકા પુરવઠો ઠપ રશિયા એશિયન દેશોને ૪૦% ડિસ્કાઉન્ટ પર LNG વેચશે ભારત અને બાંગ્લાદેશ સહિતના દક્ષિણ એશિયાઈ દેશોને રશિયાની ઓફરના કારણે જંગી ફાયદો થશે મધ્યપૂર્વના યુદ્ધમાં કતારનો એલએનજી પ્લાન્ટ ખતમ થઈ ગયો છે. તેના કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠાનો પાંચમો હિસ્સો પહોંચી રહ્યો નથી.
આ સમયે ભારતે પણ એલએનજીનાઊંચા ભાવે ખરીદવાની પરજ પડી રહી છે. આ સંજાેગોના ફાયદો ઉઠાવીને રશિયાએ એશિયાઈ દેશોને ૪૦ ટકા ડિસ્કાઉન્ટે એલએનજી પૂરુ પાડવાની ઓફર કરી છે, જેથી ભારતનું ગેસનું ટેન્શન ખતમ થઈ જશે તેમ મનાય છે. બ્લૂમબર્ગ રિપોર્ટનું કહેવું છે કે રશિયા નેચરલ ગેસ પુરવઠાના સંકટનો લાભ ઉઠાવીને ઉર્જાની અછતનો સામનો કરી રહેલા દક્ષિણ એશિયાને ગેસ વેચવા લોભામણી ઓફર કરી રહ્યુ છે. રશિયન ગેસ અમેરિકા દ્વારા પ્રતિબંધિત હોવાથી તે તેને ખરીદવા બમ્પર ઓફર આપી રહ્યું છે.ગયા સપ્તાહે ચીન અને રશિયા સ્થિત કેટલીક અજ્ઞાાત મધ્યસ્થી કંપનીઓ દ્વારા આ ગેસની ખેપોને ૪૦ ટકા ડિસ્કાઉન્ટે વેચવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ વેચનારાઓએ દાવો કર્યાે છે કે તેઓ એવા દસ્તાવેજ પૂરા પાડી શકે છે જેનાથી એમ લાગે કે આ ખેપ રશિયાના બહારના સોર્સ જેવા કે ઓમાન અને નાઇજીરિયાથી આવી છે.કતારનો પુરવઠો બંધ થતાં ભારત અને બાંગ્લાદેશ સહિત ઘણા એશિયાઈ દેશોએ મોંઘા ભાવે ગેસ ખરીદવાની ફરજ પડી છે.
આ સમયે રશિયા ફરીથી એશિયાઈ દેશોની મદદે આવ્યું છે અને ૪૦ ટકા ડિસ્કાઉન્ટે ગેસની ઓફર કરી છે. બાંગ્લાદેશે તો તેની ખરીદી કરવાનો પ્રારંભ પણ કરી દીધો હોવાનું કહેવાય છે.રશિયા પ્રતિબંધ પછી પણ તેના આર્કટિક એલએનજી-ટુ અને પોટોવાયાથી નિકાસમાં સતત વૃદ્ધિ કરી રહ્યું છે. જ્યારે મોટાભાગના ખરીદદાર અમેરિકાના પ્રતિબંધના કારણે રશિયા પાસેથી ઓઇલ-ગેસ ખરીદતા ખચકાઈ રહ્યા છે. અહેવાલ જણાવે છે કે ચીને પ્રાઇવેટ જહાજાે દ્વારા રશિયન ઓઇલનું ખરીદવેચાણ જારી રાખ્યું છે.




