
શ્રધ્ધા કપૂર પહેલાં પણ બે વખત મેડોક્સની ફિલ્મમાં કામ કરી ચુકી છે વિકી કૌશલની ‘મહાવતાર’ માટે શ્રદ્ધા સાથે ચર્ચા ચાલુ
જાે શ્રદ્ધા કપૂર આ ફિલ્મમાં જાેડાશે, તો તે મેડડોક ફિલ્મ્સ સાથેનો તેનો વધુ એક મોટી ફિલ્મ માટે કામ કરશે વિકી કૌશલે ‘છાવા’માં પોતાની પરફોર્મન્સથી દર્શકોને પ્રભાવિત કર્યા તેને એક વર્ષ થઈ ગયું છે. ફિલ્મના મજબૂત બોક્સ ઓફિસ રન પછી ફેન્સ હવે તેની આગામી ફિલ્મ વિશે ઉત્સુક છે. તેની આવનારી ફિલ્મોમાંથી એક ‘મહાવતાર’ છે, જે મેડોક ફિલ્મ્સ સાથે તેની ત્રીજી ફિલ્મ છે. જાેકે, નિર્માતાઓ હજુ સુધી તેની સામે લીડ એક્ટ્રેસ માટે શોધમાં છે.હવે તાજી ચર્ચા મુજબ શ્રદ્ધા કપૂરને આ ભૂમિકા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. આ અંગેના અહેવાલો મુજબ, શ્રધ્ધાને આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે મુખ્ય અભિનેત્રી તરીકે લેવાની વિચારણા ચાલી રહી છે. એક સુત્રએ જણાવ્યું, “શ્રદ્ધા આ ભૂમિકા માટે સંપૂર્ણ રીતે ફિટ છે.
ટીમ એવી વ્યક્તિ શોધી રહી હતી જે સ્ટાર વેલ્યૂ અને પ્રેઝન્સ લાવે. ઉપરાંત, વિકી-શ્રદ્ધાની જાેડી નવી હશે અને નિર્માતાઓ વિશ્વાસ ધરાવે છે કે આ જાેડીને દર્શકો પસંદ કરશે.”આ અંગેના અહેવાલો મુજબ જાે બધું યોજના મુજબ આગળ વધે, તો દિગ્દર્શક અમર કૌશિક જૂન પછી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ પ્રોજેક્ટ મેડડોક ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મહત્ત્વાકાંક્ષી ફિલ્મોમાંથી એક ગણાય છે.આ પહેલી વાર નથી કે આ ફિલ્મ સાથે કોઈ મોટી અભિનેત્રીનું નામ જાેડાયું છે. ગયા ડિસેમ્બરમાં, એવા અહેવાલો હતા કે દીપિકા પાદુકોણને પણ વિકી કૌશલ સામે આ ભૂમિકા માટે વિચારવામાં આવી રહી હતી. તે વખતે સુત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, “ટીમ એવી વ્યક્તિ શોધી રહી છે જે પરશુરામ સામે લખાયેલા પાત્રમાં ગંભીરતા અને ભાવનાત્મક ઊંડાણ લાવી શકે. દીપિકા આ માટે સંપૂર્ણ રીતે યોગ્ય છે. વાતચીત શરૂ થઈ છે, પરંતુ હજી શરૂઆતના તબક્કામાં છે.”જાે શ્રદ્ધા કપૂર આ ફિલ્મમાં જાેડાશે, તો તે મેડડોક ફિલ્મ્સ સાથેનો તેનો વધુ એક મોટી ફિલ્મ માટે કામ કરશે. તે પહેલેથી જ આ બેનરની લોકપ્રિય ‘સ્ત્રી’ ળેન્ચાઇઝીનો ચહેરો છે, જે તેનાં હોરર-કોમેડી યુનિવર્સનો મહત્વપૂર્ણ ભાગ છે. તે આ બેનર હેઠળની આવનારી ફિલ્મ ‘ઈથા’માં પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ મેડોક ફિલ્મ્સ સાથે તેની પાંચમી અને વિકી કૌશલ સાથેની તેની પહેલી ફિલ્મ બનશે. તે ‘સ્ત્રી ૩’માં પણ પાછી ફરવાની શક્યતા છે.‘મહાવતાર’નાં કાસ્ટિંગ અંગે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. હાલ માટે, વિકી કૌશલ અને શ્રદ્ધા કપૂરની નવી જાેડી અંગેની સંભાવનાએ ફિલ્મ પ્રત્યે ઉત્સુકતા વધારી છે.




