
છત્તીસગઢમાં પ્લેન ક્રેશ અચાનક પહાડી વિસ્તારમાં ઝાડ સાથે અથડાયું પ્રાઈવેટ એરક્રાફ્ટ વિમાન રતનપહલી જંગલમાં ઝાડ સાથે અથડાઈને નીચે પડ્યું ત્યારબાદ આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટા જાેવા મળ્યા છત્તીસગઢના જશપુર જિલ્લામાં સોમવારે એક વિમાન દુર્ઘટના થઈ. આરા પહાડીઓમાં એક ખાનગી વિમાન ક્રેશ થઈ ગયું. ગ્રામીણોના જણાવ્યા અનુસાર, આ ચાર્ટર્ડ પ્લેન જશપુરના નારાયણપુર ક્ષેત્રના રતનપહલી જંગલમાં ઝાડ સાથે અથડાઈને દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અકસ્માત બાદ પહાડી વિસ્તારમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટા ઉઠતા જાેવા મળ્યા હતા. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને રાહત-બચાવ કાર્ય શરૂ કર્યું હતું. હાલમાં એ જાણી શકાયું નથી કે વિમાનમાં કેટલા લોકો સવાર હતા.
વિમાન જમીનથી અંદાજે ૩૦ ફૂટની ઊંચાઈ પર ઊડી રહ્યું હતું. SSP લાલ ઉમેદ સિંહ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. જશપુર જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે, આ વિમાન દુર્ઘટનામાં જાનહાનિની સંખ્યાની સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ કરવામાં આવશે. પહાડી વિસ્તાર હોવાને કારણે રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે.
જાેકે, કલેક્ટરે મીડિયાને જણાવ્યું હતું કે, આ જંગલની આગ હોઈ શકે છે. ઓડિશા, ઝારખંડ કે રાજ્યમાંથી કોઈ એરક્રાફ્ટ ગુમ થયું હોવાના સમાચાર નથી. એક વીડિયો પણ સામે આવ્યો છે. ૯ સેકન્ડના આ વીડિયોમાં પહાડ પરથી ધુમાડાના ગોટા ઉઠતા જાેવા મળી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ જ એરક્રાફ્ટ ક્રેશના સમાચાર વાયરલ થઈ રહ્યા છે.



