
મુખ્યમંત્રી મમતાના વડાપ્રધાન મોદી પર પ્રહાર આ બધું નાટક છે, ભેળ પહેલાથી તૈયાર હતી ગઈકાલે પીએમ મોદીએ બંગાળમાં ચૂંટણી રેલી દરમિયાન ભેળ ખાધી હતી અને દુકાનદાર સાથે રમૂજ કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે પશ્ચિમ બંગાળમાં ઉપરાઉપરી ચૂંટણી રેલીઓ કરી હતી. આ દરમિયાન તેમણે ઝાડગ્રામમાં એક દુકાને ઝાલમુડી એટલે કે ભેળ ખાધી હતી. ત્યારથી તેમનો ભેળ વાળો વીડિયો દેશભરમાં વાયરલ થઈ ગયો છે, પરંતુ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને આ ન પસંદ નથી આવ્યું. તેમણે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે.
મમતા બેનર્જીએ આને તદ્દન નાટક ગણાવતા કહ્યું છે કે, ભેળની દુકાનમાં માઈક લગાવી દીધું, પછી SPG પાસે ભેળ બનાવડાવી જેથી એક ડ્રામા રચી શકાય! ક્યારેક ચૂંટણી સમયે તેઓ ગુફામાં જતા રહે છે, તો ક્યારેક પોતાને ચાવાળા ગણાવે છે! તેમણે ૧૦ રૂપિયા કાઢીને ભેળ ખાધી, જરા વિચારો. તે ભેળ પહેલાથી જ તેમના માટે તૈયાર કરવામાં આવી હતી. જાે એવું નહોતું, તો દુકાનની અંદર કેમેરો કેમ લગાવવામાં આવ્યો હતો? તેમને પૂછો. આ બધું ડ્રામા છે!
બેનર્જીએ કહ્યું કે, જ્યાં પણ તેઓ રેલી કરે છે, ત્યાં લોકોને ટ્રેનો દ્વારા લાવવામાં આવે છે. બહારથી ભીડ ભેગી કરવામાં આવે છે. તેમની પાસે બૂથો પર તહેનાત કરવા માટે પોતાનું જનબળ નથી. તેઓ દબાણ બનાવવા માટે એજન્સીઓનો ઉપયોગ કરે છે. મમતાએ ચેતવણી આપતા કહ્યું કે, ત્રણ અઠવાડિયા પછી TMC સરકાર બનાવશે, તેથી ઈફસ્ પર કડક નજર રાખો. કેન્દ્રીય દળોને ઈફસ્ લૂંટવાનું કામ આપવામાં આવ્યું છે. સાવધાન રહો! અમને સમાચાર મળ્યા છે કે, તેઓ મતગણતરી પ્રક્રિયામાં છેડછાડ કરવાની કોશિશ કરી શકે છે. એક ઇંચ પણ પાછળ ન હટશો. તમારે અંત સુધી લડવું પડશે.
તમને જણાવી દઈએ કે, પીએમ મોદીએ રવિવારે ઝાડગ્રામમાં પોતાનો કાફલો રોકાવ્યો હતો અને ત્યાંના મશહૂર સ્ટ્રીટ ફૂડ ભેળનો આનંદ માણ્યો હતો. વડાપ્રધાને આ ક્ષણની તસવીરો અને વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર પણ શેર કર્યા હતા. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું, રવિવારની વ્યસ્તતા વચ્ચે પશ્ચિમ બંગાળમાં ચાર જનસભાઓ દરમિયાન, મેં ઝાડગ્રામમાં કેટલીક સ્વાદિષ્ટ મસાલેદાર ભેળનો સ્વાદ માણ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ રવિવારે બંગાળના પુરુલિયા, મેદિનીપુર અને બાંકુડામાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે TMC પર આકરા પ્રહારો કર્યા હતા અને દાવો કર્યો હતો કે, આ વખતે બંગાળમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે.



