
મમતા બેનર્જી પાસે આશરે ૭૫ હજાર રોકડ ૯ ગ્રામ જેટલું સોનું છે મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે સૌથી ખાસ વાત છે કે તેમના નામે કોઈ અચલ સંપત્તિ નથી મમતા બેનર્જી દેશના ગણતરીના નેતાઓમાં સામેલ છે, જેમની સાદગી હંમેશા ચર્ચામાં રહે છે. તેમની જાહેર સંપત્તિને લઈને પણ લોકો વચ્ચે હંમેશા કુતુહલ જાેવા મળે છે. તાજેતરમાં સામે આવેલા ચૂંટણી એફિડેવિટ પ્રમાણે તેમની કુલ સંપત્તિ આશરે ૧૫.૩૭ લાખ રૂપિયા જણાવવામાં આવી છે, જે ભારતના મુખ્યમંત્રીઓમાં સૌથી ઓછી માનવામાં આવે છે. ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી માટે દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં તેમની ચલ સંપત્તિ લગભગ ૧૫.૩૭ લાખ રૂપિયા નોંધાયેલી છે. તેમાં રોકડ અને બેંકમાં જમા રકમ સામેલ છે.
બંગાળના મુખ્યમંત્રી પાસે આશરે ૭૫ હજાર રૂપિયા રોકડા છે, જ્યારે બેંક ખાતામાં લગભગ ૧૨.૭૬ લાખ રૂપિયા જમા છે. આ સિવાય તેમની સંપત્તિમાં થોડી જ્વેલરી પણ સામેલ છે, જેમાં નવ ગ્રામનું સોનું સામેલ છે. સૌથી ખાસ વાત છે કે તેમના નામે કોઈ અચલ સંપત્તિ નથી. એટલે કે તેમની પાસે ન કોઈ ઘર છે અને ન કોઈ જમીન છે. આ સિવાય તેમના નામે કોઈ વાહન પણ નથી. સામાન્ય રીતે મોટા નેતાઓ પાસે અઢળક સંપત્તિઓ હોય છે. પરંતુ મમતા બેનર્જીનું સાધારણ જીવન તેમને બાકી નેતાઓથી અલગ બનાવે છે.
રિપોર્ટ પ્રમાણે તેમના પર કોઈ લોન (લાયબિલિટી) પણ નથી. એટલે કે તેમણે જેટલી સંપત્તિ જાહેર કરી છે, તે લોન વગરની છે. આ એક મોટી વાત માનવામાં આવે છે, કારણ કે ઘણા નેતાઓ પાસે મોટી સંપત્તિની સાથે કર્જ પણ હોય છે.
Association for Democratic Reforms ઇીકર્દ્બિજ ના રિપોર્ટ્સમાં તે પણ સામે આવ્યું છે કે મમતા બેનર્જીની જાહેર સંપત્તિ આશરે ૧૫ લાખની આસપાસ છે. આ આંકડા તેમના દ્વારા ચૂંટણી પંચને આપવામાં આવેલા દસ્તાવેજાે આધારિત હોય છે. તેમાં તેમની આવકના સ્ત્રોત, બેંક બેલેન્સ, રોકડ અને અન્ય નાની-મોટી સંપત્તિઓ સામેલ હોય છે. પરંતુ અહીં ધ્યાન આપવું જાેઈએ કે આ માત્ર જાહેર સંપત્તિ હોય છે, જે ઉમેદવાર ખુદ પોતાના એફિડેવિટમાં જણાવે છે. તેમાં કોઈ છુપાયેલી સંપત્તિની જાણકારી સામેલ હોતી નથી.




