
ઓનલાઈન સિસ્ટમ નવી અરજીઓ સ્વીકારી રહી નથી.દેશમાં નવા LPG કનેક્શન આપવામાં આવશે નહીં.મધ્ય પૂર્વમાં ચાલી રહેલ સંઘર્ષ અને તેના પરિણામે હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેવાના કારણે દેશભરમાં ન્ઁય્ પુરવઠાને ગંભીર અસર.અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે દેશ LPG સંકટનો સામનો કરી રહ્યો છે. આ કટોકટીને ધ્યાનમાં રાખીને રાંધણ ગેસ માટે નવા કનેક્શન ખાસ કરીને LPG આપવાનું દેશભરમાં સ્થગિત કરવામાં આવ્યું છે. છેલ્લા એક મહિનાથી વધુ સમયથી દેશભરની સરકારી તેલ કંપનીઓએ નવા કનેક્શન આપવાનું બંધ કરી દીધું છે. નવા કનેક્શન પર આ પ્રતિબંધનું મુખ્ય કારણ મધ્ય પૂર્વમાં ચાલી રહેલ સંઘર્ષ અને તેના પરિણામે હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેવાના કારણે દેશભરમાં LPG પુરવઠાને ગંભીર અસર થઈ છે. ન્ઁય્ પુરવઠામાં વિક્ષેપથી સામાન્ય લોકોમાં ચિંતા વધી છે. ભારત LPG વિશ્વનો બીજાે સૌથી મોટો આયાતકાર દેશ છે. દેશને વાર્ષિક ૩૩ મિલિયન ટન ન્ઁય્ની જરૂર પડે છે, જેમાંથી ૬૫ ટકા આયાત દ્વારા પૂર્ણ થાય છે. આ આયાતમાંથી ૯૦ ટકા પશ્ચિમ એશિયામાંથી આવે છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વની કુલ LPG જરૂરિયાતોના પાંચમા ભાગ માટેનો રસ્તો છે. ઈરાન સાથેના સંઘર્ષને કારણે જહાજાેના રસ્તા રોકાયા છે, જેના કારણે ભારત જેવા દેશોમાં LPG શિપમેન્ટ અનિશ્ચિત બન્યું છે.
પરિણામે ઓઈલ કંપનીઓએ હાલના ગ્રાહકોને પ્રાથમિકતા આપી છે અને નવા કનેક્શન આપવાનું કામચલાઉ ધોરણે બંધ કરી દીધું છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી સુજાતા શર્માએ પણ આની પુષ્ટિ કરી. તેમણે જણાવ્યું હતું કે, હાલ માટે નવા કનેક્શન આપવામાં આવી રહ્યા નથી. નવા કનેક્શન આપવાનું ક્યારે ફરી શરૂ થશે તે અંગે કોઈ ચોક્કસ સમયરેખા આપવામાં આવી નથી. ન્ઁય્ વિતરકો અને સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓઈલ કંપનીઓએ હાલના સ્થાનિક ગ્રાહકોને LPG અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવાને પ્રાથમિકતા આપી છે. ઓનલાઈન સિસ્ટમ હાલમાં નવી અરજીઓ સ્વીકારી રહી નથી. જાે કે, આ બાબતે કોઈ ઔપચારિક સરકારી આદેશ આપવામાં આવ્યો નથી. તેમ છતાં ડીલરોને અનૌપચારિક રીતે નવા કનેક્શન આપવાનું કામચલાઉ ધોરણે ટાળવાની સૂચના આપવામાં આવી છે.



