
કીર્તિ પ્રજાપતિએ માગી હતી ૧૫ હજાર લાંચ.ડીસાના રામપુરા(દામા)માં એક તલાટી લાંચ લેતા ઝડપાયા.ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા નહીં હોવાથી તેમણે છઝ્રમ્નો સંપર્ક કર્યો હતો.બનાસકાંઠામાં ACB દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડીસાના રામપુરા(દામા)માં એક તલાટી લાંચ લેતા ઝડપાયા છે. તલાટી કિર્તી પ્રજાપતિએ ૧૫ હજારની લાંચ માંગી હતી. ગુજરાતમાં લાંચિયા બાબુઓ અને કર્મચારીઓેને પકડી પાડવા માટે લાંચ રૂશ્વત બ્યુરો સક્રિય છે. છાશવારે લાંચ લેનારા ACB હાથે ઝડપાતા હોય છે. ત્યારે બનાસકાંઠામાં છઝ્રમ્ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડીસાના રામપુરા(દામા)માં એક તલાટી લાંચ લેતા ઝડપાયા છે. તલાટી કિર્તી પ્રજાપતિએ ૧૫ હજારની લાંચ માંગી હતી. બનાસકાંઠામાં ડીસા તાલુકાના રામપુરા (દામા) ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કિર્તી પ્રજાપતિએ ફરિયાદી પાસે વિકાસ કામોના બિલ પાસ કરવા માટે ૧૫ હજાર રૂપિયાની લાંચ માગી હતી. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા નહીં હોવાથી તેમણે છઝ્રમ્નો સંપર્ક કર્યો હતો. ACB તલાટીને લાંચ લેતા પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. જેમાં તલાટી કિર્તી પ્રજાપતિ ફરિયાદી સાથે હેતુલક્ષી વાત કરી લાંચની રકમ લેતા રંગેહાથે ઝડપાઈ ગયા હતાં.



