
સલમાનની ફિલ્મની રિલીઝ ડેટ આખરે નક્કી.‘માતૃભૂમિ’ ૪ ડિસેમ્બરે થશે રિલીઝ, શ્રદ્ધાની ‘ઈથા’ સાથે ટક્કર.ભારત-ચીન સંઘર્ષ પર આધારિત ફિલ્મને મળી મંજૂરી, બોક્સ ઓફિસ પર જંગ જામશે.સલમાન ખાન અને ચિત્રાંગદા સિંહની યુદ્ધ આધારિત ફિલ્મ ‘માતૃભૂમિ’ની રિલીઝ ડેટ આખરે નક્કી થઈ ગઈ છે. આ ફિલ્મ ૪ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. અગાઉ આ ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ નામથી જાહેર કરવામાં આવી હતી, પરંતુ આ વર્ષે તેનું નામ બદલીને ‘માતૃભૂમિ’ રાખવામાં આવ્યું હતું. ફિલ્મ ૨૦૨૦માં ભારત અને ચીન વચ્ચે થયેલા સંઘર્ષ પર આધારિત છે.ફિલ્મની સામગ્રી અને તેમાં ચીનના ઉલ્લેખને લઈને કેટલીક અડચણો ઊભી થઈ હતી. બંને દેશો વચ્ચે સુધરતા રાજદ્વારી સંબંધોને ધ્યાનમાં રાખીને ફિલ્મને સરકારી મંજૂરી મળવામાં પણ વિલંબ થયો હોવાના અહેવાલ હતા. તાજેતરમાં ફિલ્મને સરકાર તરફથી મંજૂરી મળી હોવાની માહિતી સામે આવી હતી. જાેકે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી સેન્સર સર્ટિફિકેટ મેળવવામાં વિલંબ થતાં નિર્માતાઓ નવેમ્બર ૨૦ અથવા ડિસેમ્બર ૧૧ની રિલીઝ તારીખ પર વિચાર કરી રહ્યા હોવાના પણ અહેવાલો હતા. હવે ફિલ્મની રિલીઝ ડેટ ૪ ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. આ સાથે જ બોક્સ ઓફિસ પર તેની ટક્કર શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ ‘ઈથા’ સાથે થશે.




