
અમદાવાદમાં ફ્લૂએ ફરી ચિંતા વધારી ૧૧ મહિનામાં શહેરમાં સીઝનલ ફ્લૂના ૧,૮૦૦થી વધુ કેસ બોડકદેવ, જાેધપુર, પાલડી સહિતના વિસ્તારોમાં સંક્રમણ વધ્યું, બે દર્દીઓના મોતની માહિતી સામે આવી અમદાવાદ શહેરમાં સીઝનલ ફ્લુના કેસોમાં ચિંતાજનક રીતે બમણો વધારો જાેવા મળી રહ્યો છે. આ વર્ષે જાન્યુઆરી મહિનાથી ૫ નવેમ્બર સુધીના ૧૧ માસના સમયગાળામાં જ સીઝનલ ફ્લૂના ૧,૮૦૦થી વધુ પોઝિટિવ કેસો નોંધાઈ ચૂક્યા છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, આ સમય દરમિયાન બે દર્દીઓના મોત પણ થયા છે. જાેકે, કોર્પાેરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.તબીબોની આશંકા પ્રમાણે, આવનારા જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન શહેરમાં સીઝનલ ફ્લૂની બીજી લહેર જાેવા મળી શકે છે. જેમં જાન્યુઆરીથી જુલાઈમાં શરુઆતના સાતેક મહિનામાં શહેરમાં માત્ર ૫૫ કેસો નોંધાયા હતા. જ્યારે ઓગસટ માસમાં કેસોમાં અચાનક ઉછાળો જાેવા મળ્યો હતો. જે વધીને ૭૪૨ કેસો થઈ ગયા. જાેકે, સ્થિતિ સૌથી વધારે ગંભીર સપ્ટેમ્બર મહિનામાં બની. જ્યાં ૧ હજારથી વધારે કેસો નોંધાયા હતા. ઓક્ટોબર માસમાં ૮૬ કેસો અને ૫ નવેમ્બર સુધીમાં વધુ ૫ કેસો નોંધાયા હતા.શહેરના પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં ફ્લૂનું સંક્રમણ સૌથી વધુ જાેવા મળ્યું છે. સૌથી વધારે કેસોની વાત કરીએ તો, બોડકદેવમાં ૨૧૪ કેસ, જાેધપુરમાં ૧૯૭ કેસ, પાલડીમાં ૧૬૦ કેસ, નવરંગપુરામાં ૧૩૬ કેસ, ગોતામાં ૧૩૪ કેસ નોંધાયા છે.સીઝનલ ફ્લૂ એ શ્વસનતંત્ર સાથે જાેડાયેલો એક ચેપી રોગ છે. જેમાં તીવ્ર તાવ, સામાન્ય શરદી, સતત ઉધરસ અને ગળામાં બળતરા થવી જેવા લક્ષણો જાેવા મળે છે. આ અંગે ખાસ તકેદારી રાખવાની જરુર છે. તે માટે વાતાવરણમાં ફેરફાર સમયે ઈન્ફેક્શનથી બચવા માસ્કનો ઉપયોગ કરવો, ભીડભાડ વાળી જગ્યાઓ પર સાવચેતી રાખવી અને લક્ષણો દેખાતા જ તુરંત તબીબી સલાહ લેવી જરૂરી છે




