
સોનાના વાયદામાં રૂ.9228 અને ચાંદીના વાયદામાં રૂ.18897નો જંગી ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.33 સુધર્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.63275.91 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.349802.05 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 51316.24 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.413077.96 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.63275.91 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.349802.05 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.4881.23 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 51316.24 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.154851ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.164497 અને નીચામાં રૂ.154851ના મથાળે અથડાઈ, રૂ.153442ના આગલા બંધ સામે રૂ.9228ના ઉછાળા સાથે રૂ.162670 થયો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ રૂ.7072ની તેજી સાથે રૂ.130209ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.861 ઊછળી રૂ.16292ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.8739ની વૃદ્ધિ સાથે રૂ.161885ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.154083ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.163475 અને નીચામાં રૂ.154083ના સ્તરને સ્પર્શી, રૂ.153442ના આગલા બંધ સામે રૂ.8615ની ભાવવૃદ્ધિ સાથે રૂ.162057 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.290224ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.301429 અને નીચામાં રૂ.290224ના મથાળે અથડાઈ, રૂ.279062ના આગલા બંધ સામે રૂ.18897ના ઉછાળા સાથે રૂ.297959ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.19051ની તેજી સાથે રૂ.299609ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.19040ના ભાવવધારા સાથે રૂ.299600ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 7268.83 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો રૂ.16.05 વધી રૂ.1406.2ના ભાવે બોલાયો હતો. જસત મે વાયદો રૂ.1.65 વધી રૂ.364ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ મે વાયદો રૂ.8.3 વધી રૂ.386.3ના સ્તરે પહોંચ્યો હતો. સીસું મે વાયદો રૂ.1.25 વધી રૂ.204.6ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 4565.84 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી મે વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4654ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4719 અને નીચામાં રૂ.4654ના સ્તરને સ્પર્શી, રૂ.36 વધી રૂ.4666 થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો બેરલદીઠ રૂ.9673ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.9807 અને નીચામાં રૂ.9614ના સ્તરને સ્પર્શી, રૂ.9723ના આગલા બંધ સામે રૂ.33 વધી રૂ.9756ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.35 વધી રૂ.9758 થયો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ.1.3 વધી રૂ.272.2 થયો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ.1.4 વધી રૂ.272.3ના સ્તરે પહોંચ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.1020ના ભાવે ખૂલી, રૂ.2 ઘટી રૂ.995ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલચી મે વાયદો કિલોદીઠ રૂ.2728ના ભાવે ખૂલી, રૂ.5 વધી રૂ.2739ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 32720.46 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 18595.78 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 5797.66 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 921.09 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 30.24 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 509.50 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 20.52 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 2824.78 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1720.54 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 5.10 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.11 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 11570 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 64503 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 21825 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 278269 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 43418 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 8615 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 22238 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 70136 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1884 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 17861 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 26923 લોટના સ્તરે રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.9700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.30.8 ઘટી રૂ.186 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 60 પૈસા વધી રૂ.11.05ના ભાવે બોલાયો હતો.
સોનું મે રૂ.180000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.232 વધી રૂ.310 થયો હતો. આ સામે ચાંદી મે રૂ.350000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1011 વધી રૂ.1764 થયો હતો. તાંબું મે રૂ.1500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.91 વધી રૂ.6.7ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ.410ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.54 વધી રૂ.1.55ના ભાવે બોલાયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની મે રૂ.9700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.29 ઘટી રૂ.192.75ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની મે રૂ.275ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 50 પૈસા વધી રૂ.8.95 થયો હતો. સોનું-મિની મે રૂ.170000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.688.5 વધી રૂ.826ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની મે રૂ.350000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1177 વધી રૂ.1919.5ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.9700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.61.8 ઘટી રૂ.133.6ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 70 પૈસા ઘટી રૂ.9.1 થયો હતો.
સોનું મે રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.954.5 ઘટી રૂ.461.5 થયો હતો. આ સામે ચાંદી મે રૂ.250000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.825.5 ઘટી રૂ.980 થયો હતો. તાંબું મે રૂ.1400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.7.42 ઘટી રૂ.25.1 થયો હતો. જસત મે રૂ.357.5ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.4.78 ઘટી રૂ.0.11ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની મે રૂ.9700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.59.8 ઘટી રૂ.140.35 થયો હતો. નેચરલ ગેસ-મિની મે રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 50 પૈસા ઘટી રૂ.9.35ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની મે રૂ.250000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.794.5 ઘટી રૂ.881 થયો હતો.



