
વડાપ્રધાન મોદીની અપીલની અસ મુખ્યમંત્રી ફડણવીસ બાઇક ચલાવીને ઓફિસ પહોંચ્યા મુખ્યમંત્રી ફડણવીસે સ્પષ્ટ કહ્યું હતું કે ઈંધણ અને વિદેશી મુદ્રાની બચત માટે તમામ સ્તરે પ્રયાસ થવા જાેઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ હવે દિગ્ગજ નેતાઓ પોત-પોતાના કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડવા લાગ્યા છે. એક પછી એક નેતાઓ પોતાના કાફલામાં વાહનોને ઘટાડી રહ્યા છે. એવામાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પેટ્રોલ-ડીઝલની બચત કરવા માટે અને સરકારી ખર્ચ ખટાડવા માટે એક મજબૂત સંદેશ આપ્યો છે. પીએમ મોદીની અપીલ બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે પોતે બાઇક ચલાવીને મુખ્યમંત્રી કાર્યાલય ખાતે પહોંચ્યા હતા.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કાર નહીં, પણ રસ્તા પર બાઇક ચલાવીને મુખ્યમંત્રી કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓએ કહ્યું હતું કે, નેતાઓએ પણ આવો સંદેશ આપવો જાેઈએ, જેનાથી જનતાને પ્રેરણા મળે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે, આ માત્ર દેખાડો નથી, પણ દેશહિતમાં જરૂરી પગલું છે. તેમણે કહ્યું હતું કે, ઈંધણ અને વિદેશી મુદ્રાની બચત માટે તમામ સ્તરે પ્રયાસ થવા જાેઈએ.
CM ફડણવીસે જણાવ્યું હતું કે,PM નરેન્દ્ર મોદીએ નેતાઓ અને અધિકારીઓને અનાવશ્યક ખર્ચ ઘટાડવા અને વિદેશી પ્રવાસ ટાળવા માટે અપીલ કર્યા બાદ રાજ્ય સરકારે મહત્વના ર્નિણયો લીધા છે. જે અંતર્ગત અધિકારીઓ અને મંત્રીઓને અગાઉ નક્કી થયેલા વિદેશ પ્રવાસ રદ કરવા માટે સૂચના આપવામાં આવી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે જરૂરી આંતરરાષ્ટ્રીય મીટિંગ્સ વર્ચ્યુઅલ માધ્યમથી જ યોજાશે.
રાજ્યના વહીવટી તંત્રએ આગામી તમામ સ્ટડી ટૂર અને સત્તાવાર વિદેશ પ્રવાસોને કેન્સલ કર્યા છે. કામમાં વિક્ષેપ ન આવે તે માટે સરકારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકાર અને સંવાદ ચાલુ રાખવા માટે સૂચના આપી છે. આથી માત્ર ખર્ચ જ નહીં, સમય અને સંસાધનોની પણ બચત થશે.
મુખ્યમંત્રીના સૂચનોની તરત અસર જાેવા મળી છે. પ્રવાસન, ખનન અને મહિલા-બાળ વિકાસ મંત્રી શંભુરાજ દેસાઈએ લંડન અને પેરિસનો પ્રવાસ રદ કર્યો છે. એવી જ રીતે, મહારાષ્ટ્ર વિધાનસભાના ધારાસભ્યોનો જાપાન સ્ટડી ટૂર પણ રદ્દ કરાયો છે. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે આની પુષ્ટિ કરી છે. CM ફડણવીસે મંત્રીઓના કાફલા નાના કરવા અને અનાવશ્યક ખર્ચ પર પ્રતિબંધ લગાવવા માટે પણ સૂચના આપી છે. તેમણે કહ્યું કે, સાતારામાં યોજાનારો કાર્યક્રમ હાલ છેલ્લો મોટો કાર્યક્રમ હશે. હવે આગામી ૬ મહિના સુધી કોઈ પણ મોટો સરકારી ઉત્સવ કે જાહેર કાર્યક્રમ યોજાશે નહીં.



