
મુખ્યમંત્રી ફડણવીસે આપ્યો સ્પષ્ટ સંદેશ.મહારાષ્ટ્રમાં ફક્ત મરાઠી જ ફરજિયાત, બીજી કોઈ ભાષા નહીં.ફડણવીસે જણાવ્યું હતું કે વિદેશી ભાષાઓ આવકાર્ય છે, પરંતુ ભારતીય ભાષાઓનો વિરોધ વાજબી નથી.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્યમાં ફક્ત મરાઠી ફરજિયાત છે, અને અન્ય કોઈ ભાષા લાદવામાં આવશે નહીં. તેમણે સતારામાં ૯૯મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના ઉદ્ઘાટન સમારોહમાં આ નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે ફ્રેન્ચ અને સ્પેનિશ જેવી વિદેશી ભાષાઓ આવકાર્ય છે, પરંતુ ભારતીય ભાષાઓનો વિરોધ યોગ્ય નથી.
ફડણવીસે યાદ કર્યું કે ગયા વર્ષે તેમની સરકારે વ્યાપક વિરોધ બાદ પ્રથમ ધોરણથી હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત બનાવવાનો ર્નિણય પાછો ખેંચી લીધો હતો. ત્યારબાદ, આ મુદ્દા પર ભલામણો આપવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, “મુખ્યમંત્રી તરીકે, હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે મહારાષ્ટ્રમાં ફક્ત મરાઠી ફરજિયાત છે; બીજી કોઈ ભાષા ફરજિયાત નથી. વિદ્યાર્થીઓને તેમની પસંદગીની કોઈપણ ભારતીય ભાષા શીખવાની સ્વતંત્રતા છે. એકમાત્ર પ્રશ્ન એ હતો કે ત્રીજી ભાષા ક્યારે દાખલ કરવી.
તેમણે એમ પણ સમજાવ્યું કે સ્ફછ સરકાર દરમિયાન, એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ ધોરણથી હિન્દી ફરજિયાત બનાવવાની ભલામણ કરવામાં આવી હતી. જાેકે, વ્યાપક વિરોધ પછી, નરેન્દ્ર જાધવની આગેવાની હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિનો અહેવાલ અંતિમ તબક્કામાં છે, અને સરકાર ત્યારબાદ યોગ્ય ર્નિણય લેશે.
ફડણવીસે એમ પણ કહ્યું કે મરાઠી માટે “અભીજીત ભાષા” નો દરજ્જાે મેળવવા માટેનો લાંબો સંઘર્ષ આખરે સફળ થયો, જેમાં વડા પ્રધાન મોદીએ તેને મંજૂરી આપી. આમ છતાં, મરાઠી બોલનારાઓએ આત્મસંતુષ્ટ ન રહેવું જાેઈએ.
મુખ્યમંત્રીએ એ પણ યાદ કર્યું કે કટોકટી દરમિયાન સતારામાં આયોજિત મરાઠી સાહિત્ય પરિષદમાં, પ્રખ્યાત લેખિકા દુર્ગા ભાગવતે કહ્યું હતું કે સાહિત્યને નિયમો સાથે બાંધવું હાસ્યાસ્પદ અને ખતરનાક બંને છે. ફડણવીસે ખાતરી આપી હતી કે વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા હંમેશા સુરક્ષિત રહેશે અને કોઈ પણ બંધારણના રક્ષણ સાથે ચેડા કરી શકશે નહીં.




