
ઇન્સ્ટાગ્રામ પર અલગ થવાની કરી જાહેરાત મોની રોય અને સૂરજ નામબિયારે ચાર વર્ષના લગ્ન બાદ લીધા ડિવોર્સ અલગ થવાની જાહેરાત પહેલાં પણ મોની રોયે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા મીડિયા અને સોશિયલ મીડિયા યુઝર્સને અપીલ કરી હતી
ટીવી અને બોલિવૂડ અભિનેત્રી મોની રોય અને તેના પતિ સૂરજ નામબિયારે આખરે પોતાના સંબંધોને લઈને ચાલી રહેલી અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. બંનેએ ઇન્સ્ટાગ્રામ પર એક જાેઇન્ટ પોસ્ટ શેર કરીને અલગ થવાનો ર્નિણય જાહેર કર્યાે છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર બંનેના ડિવોર્સને લઈને ભારે ચર્ચા ચાલી રહી હતી.ફેન્સે થોડા દિવસો પહેલાં નોંધ્યું હતું કે મોની અને સૂરજ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા હતા. ત્યારબાદ સૂરજનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિએક્ટિવેટ થયું હતું અને મોનીના એકાઉન્ટ પરથી લગ્નની તસવીરો ગાયબ થવાના રિપોર્ટ્સ સામે આવ્યા હતા. ત્યારથી સોશિયલ મીડિયા પર બંનેના સંબંધોમાં તણાવ હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.બંનેએ ઇન્સ્ટાગ્રામ પર એક જાેઇન્ટ સ્ટેટમેન્ટ શેર કરીને અલગ થવાની પુષ્ટિ કરી છે. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું: ‘મીડિયાના કેટલાક લોકો દ્વારા અમારા વ્યક્તિગત જીવનમાં કરવામાં આવી રહેલી બિનજરૂરી અને અતિશય દખલગીરીથી અમે દુ:ખી છીએ. અમે સ્પષ્ટપણે જણાવવા માંગીએ છીએ કે અમે પરસ્પર સંમતિથી અલગ થવાનો ર્નિણય કર્યાે છે અને આ પરિસ્થિતિને ખાનગી રીતે તથા શાંતિપૂર્ણ રીતે હેન્ડલ કરવા માટે જરૂરી સમય લઈ રહ્યા છીએ.’આગળ પોસ્ટમાં બંનેએ લખ્યું કે ‘વ્યક્તિગત પ્રાથમિકતાઓમાં આવેલા બદલાવ અંગે ગંભીર વિચાર કર્યા બાદ અમે પરસ્પર સમજ અને સન્માન સાથે અલગ માર્ગ પર આગળ વધવાનો ર્નિણય કર્યાે છે.’ તેમણે મીડિયા અને લોકો પાસે પ્રાઇવસી જાળવવાની અપીલ પણ કરી છે.અલગ થવાની જાહેરાત પહેલાં પણ મોની રોયે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા મીડિયા અને સોશિયલ મીડિયા યુઝર્સને અપીલ કરી હતી કે ખોટી અફવાઓ ન ફેલાવવામાં આવે. તેણે લખ્યું હતું કે ‘તમામ મીડિયા હાઉસને નમ્ર વિનંતી છે કે ખોટી વાતો અથવા અફવાઓ પ્રકાશિત ન કરે અને અમને થોડી જગ્યા તથા પ્રાઇવસી આપે.’ આ પોસ્ટ બાદ ડિવોર્સની અટકળો વધુ તેજ બની ગઈ હતી.મોની રોય અને સૂરજ નામબિયારે જાન્યુઆરી ૨૦૨૨માં ગોવામાં ભવ્ય સમારંભમાં લગ્ન કર્યા હતા. બંનેએ મલયાલી અને બંગાળી પરંપરા મુજબ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને સોશિયલ મીડિયા પર સૌથી લોકપ્રિય સેલેબ કપલ્સમાં ગણાતા હતા.



