
વૈશ્વિક ધોરણે પાંચ ટકા કર્મચારીઓ અસરગ્રસ્ત સિસ્કોએ એઆઈ અપનાવીને ૪,૦૦૦ કર્મચારીઓની છટણી કરી એઆઈ ડેટા સેન્ટર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં માંગ વધી : કંપનીને ૧ અબજ ડોલરથી વધુના ઓર્ડર મળ્યા અમેરિકાની ટેકનોલોજી કંપની સિસ્કોએ લગભગ ૪,૦૦૦ કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. કંપની હવે એઆઈ, સાયબર સિક્યોરિટી અને સિલિકોન ટેકનોલોજી બિઝનેસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ સાથે જ કંપનીએ પોતાના વાષક આવકના અંદાજમાં પણ વધારો કર્યાે છે. એઆઈ ડેટા સેન્ટર અને નેટવકગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વધતી માંગને કારણે સિસ્કોને વધુ ઓર્ડર મળી રહ્યા છે. કંપનીને આ નાણાકીય વર્ષ દરમિયાન એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ૧ અબજ ડોલરથી વધુના ઓર્ડર મળ્યા છે. કંપની પોતાના પરંપરાગત બિઝનેસમાંથી ખર્ચ ઘટાડીને એઆઈ આધારિત પ્રોજેક્ટ્સમાં વધુ રોકાણ કરવા માગે છે. આ છટણી કંપનીના કુલ વૈશ્વિક કર્મચારીઓના લગભગ ૫ ટકા જેટલી છે. સિસ્કોના સીઈઓ ચક રોબિન્સે જણાવ્યું કે, એઆઈના યુગમાં ટેકનોલોજી કંપનીઓએ મુશ્કેલ ર્નિણયો લેવા પડી રહ્યા છે.



