
સોશિયલ મીડિયા દ્વારા કામ માગ્યું ફરી ફિલ્મોમાં કામ કરવા મીનાક્ષી શેષાદ્રી ભારત પરત આવી મીનાક્ષી ‘હિરો’ ફિલ્મથી સ્ટાર બની ગઈ હતી અને તે પછી તેણે તેના સમયના તમામ ટોચના કલાકારો સાથે કામ કર્યું હતું એક સમયની લોકપ્રિય અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી ફિલ્મો તથા ઓટીટીમાં કામ કરવા માટે ભારત પાછી આવી છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે હું ૩૦ વરસ પછી મારી કર્મભૂમિ એટલે કે મુંબઇ,ભારત અમેરિકાથી પાછી ફરી છું. હવે મને ફરી એકટિંગ કરવાની ઇચ્છા થઇ છે. હું લીડ,સપોર્ટિંગ અથવા તો ટૂંકા રોલ કરવા પણ હું રાજી છું. ઓટીટી પ્રોજેક્ટ કરવાની પણ તેની ઈચ્છા છે. તેણે જાેકે સ્પષ્ટતા કરી હતી કે પરિવારને સમય આપવા તે અમેરિકા અવરજવર કરતી રહેશે. ઉલ્લેખનીય છે કે મીનાક્ષી ‘હિરો’ ફિલ્મથી સ્ટાર બની ગઈ હતી અને તે પછી તેણે તેના સમયના તમામ ટોચના કલાકારો સાથે કામ કર્યું હતું. ‘દામિની’ તેની સૌથી વખણાયેલી ફિલ્મ છે.



