
હાલમાં ફિલ્મ માટે માત્ર સલમાન ખાન ફાઈનલ છે કરીનાને સલમાનની રાજ અને ડિકે સાથેની ફિલ્મ ઓફર જ નથી થઈ ફિલ્મની સ્ક્રિપ્ટ હજી લખાઈ રહી છે અને નિર્માતાઓ જૂનના અંત તરફ જ કાસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરશે ગયા અઠવાડિયે એક આંતરરાષ્ટ્રીય પોર્ટલે અહેવાલ આપ્યો હતો કે કરીના કપૂરને સલમાન ખાનની આગામી રાજ અને ડીકે ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ઓફર કરવામાં આવી છે.પરંતુ હવે જાણવા મળ્યું છે કે આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. એક સુત્રએ જણાવ્યું, “કરીના રાજ અને ડીકે અથવા સલમાન ખાનને મળી પણ નથી. ફિલ્મની સ્ક્રિપ્ટ હજી લખાઈ રહી છે અને નિર્માતાઓ જૂનના અંત તરફ જ કાસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરશે. હાલમાં ફિલ્મ માટે માત્ર સલમાન ખાન ફાઈનલ છે અને હીરોઈન અંગે કોઈ ચર્ચા થઈ નથી.”સુત્રએ વધુમાં જણાવ્યું કે ટીમ ફિલ્મની કાસ્ટ માટે થોડા યુવા ચહેરા તરફ જઈ શકે છે, કારણ કે સલમાન અને મહિલા મુખ્ય પાત્ર વચ્ચેનો સંબંધ સામાન્ય કોમર્શિયલ ફિલ્મો કરતાં અલગ પ્રકારનો હશે. “જૂનમાં ર્નિણય લેવામાં આવશે. કોઈએ કલ્પનાથી કરીનાને ફિલ્મમાં કાસ્ટ કરવાની વાત કરી હશે, પરંતુ આ અહેવાલમાં કોઈ સચ્ચાઈ નથી.”રાજ અને ડીકે હાલમાં આ રિટાયર્ડ સુપરહીરો આધારિત ફિલ્મની સ્ક્રિપ્ટ લખી રહ્યા છે. તેમની વધુ એક સિરીઝ ફર્ઝી ૨નું ચાલુ શીડ્યુલ પૂર્ણ થયા બાદ જૂનના પ્રથમ અઠવાડિયામાં સલમાન ખાનને સ્ક્રીપ્ટ સંભળાવવામાં આવશે. આ ફિલ્મનું નિર્માણ અતુલ અગ્નિહોત્રી અને મૈથરી મુવી મેકર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે.



