
એક દિવસની કમાણી પોણા બે કરોડથી વધારે અક્ષયને ૨૨ દિવસનું શૂટિંગ કરવાના ૪૦ કરોડ મળ્યા ગોલમાલ ફાઈવમાં અજય દેવગણે નફામાંથી હિસ્સો લેતાં તેને ઉચ્ચક રકમ ઓછી મળશે અક્ષય કુમારને રોહિત શેટ્ટીની ફિલ્મ ‘ગોલમાલ ફાઈવ’ માટે ૨૨ દિવસનાં શૂટિંગના ૪૦ કરોડ રુપિયા ચૂકવવામાં આવશે તેમ જાણવા મળે છે. બોલિવુડ વર્તુળોમાં જાણીતું છે તેમ અક્ષય કુમાર પોતાનું શૂટિંગ કેટલા દિવસનું છે તે પ્રમાણે ચાર્જ કરે છે. આ ફિલ્મમાં તેને એક દિવસનું શૂટિંગ કરવાના આશરે પોણા બે કરોડ રુપિયા મળ્યા છે. બીજી તરફ અજય દેવગણને અક્ષય કરતાં ઉચ્ચક રકમ ઓછી મળી છે. જાેકે તેનું કારણ એ છે કે અજય દેવગણે આ ફિલ્મમાં નફામાં ભાગીદારી કરી છે. બોલિવુડના અનેક કલાકારો ચોક્કસ રકમ લેવાને બદલે ફિલ્મના વિતરણ રાઈટ્સ, મ્યુઝિક રાઈટ્સ , ડિજિટલ રાઈટ્સ કે અન્ય રીતે ભાગીદારી કરતા હોય છે. ખુદ અક્ષય કુમાર પોતે પણ પોતાની કેટલીય ફિલ્મોમાં સહનિર્માતા તરીકે જાેડાઈ જાય છે.



