
કોલકાતામાં ભારે રાજકીય ગરમાવો મમતા બેનર્જીએ ડિઝાઇન કરેલી ‘ડરામણી’ ફૂટબોલ મૂર્તિ તોડી પડાઈ મમતા બેનર્જીની કલ્પનાથી બનેલી આ મૂર્તિનેલઈને લોકો બે જૂથમાં વહેંચાયેલા હતા પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના પ્રખ્યાત સોલ્ટ લેક સ્ટેડિયમ ની બહાર એક અત્યંત મોટું અને ચોંકાવનારું એક્શન લેવામાં આવ્યું છે.
અહીં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા સ્વહસ્તે ડિઝાઇન કરવામાં આવેલી એક વિવાદાસ્પદ ફૂટબોલની મૂર્તિ (સ્કલ્પચર) ને શનિવારે સવારે સંપૂર્ણપણે તોડી પાડીને હટાવી દેવામાં આવી છે. આ કલાાકૃતિ વર્ષ ૨૦૧૭ માં યોજાયેલા હ્લૈંહ્લછ ેં-૧૭ વર્લ્ડ કપ પહેલા સ્ટેડિયમના મુખ્ય ગેટ પાસે સ્થાપિત કરવામાં આવી હતી અને તે લાંબા સમયથી ભારે વિવાદમાં હતી. શનિવારે સવારે આ મૂર્તિ હટાવ્યા બાદ રાજ્યના રાજકારણમાં ચર્ચા ખૂબ ગરમાઈ ગઈ છે.
આ આર્ટવર્ક (કલાાકૃતિ) ની બનાવટ શરૂઆતથી જ રમતપ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા અને વિવાદનો વિષય રહી હતી. આ મૂર્તિની ડિઝાઇનમાં ધડ વગરના (કપાયેલા) બે પગ દર્શાવવામાં આવ્યા હતા અને તેના ઉપરના ભાગે એક ફૂટબોલ રાખવામાં આવ્યો હતો. મમતા બેનર્જીની કલ્પનાથી બનેલી આ મૂર્તિનેલઈને લોકો બે જૂથમાં વહેંચાયેલા હતા. ઘણા લોકો અને કલા વિવેચકો તેને જાેવામાં અત્યંત અજીબ, ડરામણી અને ભદ્દી ગણાવતા હતા, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ ના સમર્થકો તેને એક અનોખી કલા તરીકે જાેતા હતા.
શનિવારે વહેલી સવારે જ્યારે સ્થાનિક લોકો અને મોર્નિંગ વોકર્સ સોલ્ટ લેક સ્ટેડિયમના વીવીઆઈપી ગેટ પાસે પહોંચ્યા, ત્યારે ત્યાં વર્ષોથી લાગેલી આ વિશાળ મૂર્તિનેગાયબ જાેઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
તંત્ર દ્વારા રાતોરાત જેસીબી અને ક્રેનની મદદથી આ માળખું તોડી પાડીને ત્યાંથી હટાવી દેવામાં આવ્યું છે. આ કલાાકૃતિ લાંબા સમયથી આ ઐતિહાસિક સ્ટેડિયમની ઓળખ બની ચૂકી હતી, પરંતુ પશ્ચિમ બંગાળના બદલાયેલા રાજકીય સમીકરણો અને સરકારના આ મોટા વહીવટી પગલાંથી રમત જગત અને સ્થાનિક વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે.



