
પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો.૧૧ દિવસમાં ચોથી વખત પેટ્રોલ ડિઝલની કિંમતમાં વધારો કરાયો.પેટ્રોલમાં ૨.૬૧ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૨.૭૧ રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું : દેશમાં પહેલીવાર પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર થઇ ગયો.સોમવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને ધ્યાનમાં રાખીને, તેલ કંપનીઓએ હવે વધુ આયાતનો બોજ સામાન્ય લોકો પર હપ્તામાં નાખવાનું શરૂ કર્યું છે. આજે પેટ્રોલમાં ૨.૬૧ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૨.૭૧ રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે. દિલ્હીમાં પેટ્રોલ રૂ.૨.૬૧ મોંઘુ થઈને પ્રતિ લિટર ૧૦૨.૫૨ પર પહોંચી ગયું છે. ડીઝલ રૂ.૨.૭૧ વધીને પ્રતિ લિટર રૂ.૯૫.૨૦ પર પહોંચી ગયું છે.
સૌથી નોંધપાત્ર વધારો એ છે કે છેલ્લા ૧૧ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ચોથી વખત વધારો છે. પહેલો વધારો ૧૫ મેના રોજ લગભગ ૩ રૂપિયાનો, પછી ૧૯ મેના રોજ લગભગ રૂ.૯૦નો, ફરી ૨૩ મેના રોજ લગભગ રૂ.૯૦નો અને હવે ફરી ૨૫ મેના રોજ નોંધપાત્ર વધારો થયો છે. એકંદરે, છેલ્લા ૧૦ દિવસમાં પેટ્રોલ રૂ.૭.૩૫ અને ડીઝલ રૂ.૭.૫૩ પ્રતિ લિટર મોંઘુ થયું છે.
આ ભાવ વધારા સાથે, ડીઝલ, જે અગાઉ દિલ્હીમાં પ્રતિ લિટર રૂ.૯૨ .૪૯ હતું, તે હવે આજથી રૂ.૯૫.૨૦ પ્રતિ લિટરના ભાવે વેચાશે. આનો અર્થ એ થયો કે ડીઝલ પ્રતિ લિટર રૂ.૨.૭૧ મોંઘુ થયું છે. એ જ રીતે, પેટ્રોલ, જે અગાઉ રૂ.૯૯.૫૧ પ્રતિ લિટર હતું, તે આજે ૨૫ મેના રોજ વધીને રૂ.૧૦૨.૧૨ પ્રતિ લિટર થયું છે.
રાજધાનીમાં ફક્ત નિયમિત પેટ્રોલ અને ડીઝલ જ નહીં, પરંતુ પ્રીમિયમ ઇંધણના ભાવ પણ એ જ ગતિએ વધ્યા છે. XP95, જેનો ભાવ રૂ.૧૦૬.૬૩ પ્રતિ લિટર હતો, તે ૨૫ મેના રોજ વધીને રૂ.૧૦૯.૨૪ થયો. ઠય્ ની કિંમત રૂ.૯૭.૮૧ થી વધીને રૂ.૧૦૦.૫૨ પ્રતિ લિટર થઈ ગઈ.
મુંબઈમાં આજે પેટ્રોલનો ભાવ રૂ.૧૧૧.૨૧ પ્રતિ લિટર છે, જે ગઈકાલના રૂ.૧૦૮.૪૫ કરતા થોડો વધારે છે. અહીં પેટ્રોલનો સૌથી ઓછો ભાવ ૬ મેના રોજ રૂ.૧૦૩ પ્રતિ લિટર હતો.
નોઇડામાં, ડીઝલનો ભાવ રૂ.૯૫.૫૬ પ્રતિ લિટર, પેટ્રોલનો ભાવ રૂ.૧૦૨.૧૨ પ્રતિ લિટર, XP95 નો ભાવ રૂ.૧૧૦.૬૮ પ્રતિ લિટર અને ઠય્નો ભાવ રૂ.૧૦૧.૧૭ પ્રતિ લિટર છે.
ભોપાલમાં, ડીઝલનો ભાવ રૂ.૯૯.૬૪ પ્રતિ લિટર, પેટ્રોલનો ભાવ રૂ.૧૧૪.૫૭ પ્રતિ લિટર, XP95 નો ભાવ રૂ.૧૨૩.૮૮ પ્રતિ લિટર અને XG ભાવ રૂ.૧૦૪.૯૦ પ્રતિ લિટર છે.
ચંદીગઢમાં, ડીઝલનો ભાવ રૂ.૮૯.૪૭ પ્રતિ લિટર, પેટ્રોલનો ભાવ રૂ.૧૦૧.૫૧ પ્રતિ લિટર અને ઠય્નો ભાવ રૂ.૯૪.૬૫ પ્રતિ લિટર છે.
ગાંધીનગરમાં, ડીઝલનો ભાવ રૂ.૯૮.૧૩ પ્રતિ લિટર, પેટ્રોલનો ભાવ રૂ.૧૦૨.૦૧ પ્રતિ લિટર, XP95નો ભાવ રૂ.૧૧૦.૫૭ પ્રતિ લિટર અને XG ભાવ રૂ.૧૦૩.૩૭ પ્રતિ લિટર છે.
પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવો પર સૌથી પહેલા આમ આદમી પાર્ટીનું રિએકશન આવ્યું છે. પાર્ટીના મીડિયા ઇન્ચાર્જ અનુરાગ ઢાંઢાએ કહ્યું કે, “મોદી સરકાર જનતાને એક જ ઝટકામાં નહીં, પણ ધીમે-ધીમે મારી રહી છે.” છેલ્લા ૧૦ દિવસમાં મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમત ૭.૫૦ રૂપિયા વધારી છે. આજે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને વટાવી ગયો છે. અહીં પેટ્રોલ ૧૦૧.૮૧ રૂપિયા અને ડીઝલ ૯૭.૯૩ રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.ક્યારે કેટલો વધ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ?
* 19 May: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૯૦ પૈસાનો વધારો
* 23 May: પેટ્રોલમાં ૮૭ પૈસા અને ડીઝલમાં ૯૧ પૈસા પ્રતિ લિટરનો વધારો
* 25 May: પેટ્રોલ ૨.૬૧ અને ડીઝલ ૨.૭૧ રૂપિયા પ્રતિ લિટરનો વધારો
પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને લઈને લોકોના રિએકશન પણ સામે આવી રહ્યા છે. કાનપુરના એક વ્યક્તિએ કહ્યું, “એક સામાન્ય માણસ પર ઘણી મુશ્કેલીઓ છે. પહેલા આપણે ૧૦૦ રૂપિયાનું પેટ્રોલ ભરાવતા હતા, તો ૧ લિટર કરતા પણ વધારે પેટ્રોલ આવતું હતું. આજે લિટર પેટ્રોલ પણ નથી આવતું. સરકારે આના પર ધ્યાન આપવું જાેઈએ.” દિલ્હીના એક ગ્રાહકે કહ્યું, “અમે ખૂબ પરેશાન છીએ. ઘણી જગ્યાએ ડીઝલ પણ મળતું નથી. આ મુદ્દે ચર્ચા થવી જાેઈએ. ટેક્સી ડ્રાઈવરોની મુશ્કેલીઓ વધશે. ડીઝલના ભાવ ઓછા થવા જાેઈએ.”
અનંતનાગના એક વ્યક્તિએ કહ્યું, “કિંમતો સતત વધી રહી છે અને અમને ખૂબ પરેશાની થઈ રહી છે. જાે યોગ્ય ખરીદાર મળે તો હું મારી ગાડી વેચવાનો વિચાર કરી રહ્યો છું. બચત કરવી મુશ્કેલ થઈ ગઈ છે.” ફરીદાબાદના એક વ્યક્તિએ સરકારને અપીલ કરી, “મોંઘવારી પહેલેથી જ અસર કરી રહી છે. સરકારને આ પર નિયંત્રણ લાવવું જાેઈએ અને ઓછા આવકવાળા લોકોને ધ્યાનમાં રાખીને ર્નિણય લેવા જાેઈએ.” એક અન્ય વ્યક્તિએ કહ્યું, “જનતા પરેશાન છે. જાે રોજ ભાવ વધતા રહેશે તો લોકો કેવી રીતે સંભાળી શકશે? ઓફિસ જવું અને રોજિંદી જિંદગી ચલાવવી મુશ્કેલ થઈ જશે.”



