
અતિશય કસરત કરવાથી શરીર એક રક્ષણાત્મક સ્થિતિમાં જતું રહે છે “પરફેક્ટ કમર માટે પોતાની જાત પર ત્રાસ ગુજારવાનું બંધ કરો” : તાપસી પન્નુ જ્યારે તમે તમારા શરીર પર વધુ પડતી મહેનત કરો છો, ત્યારે તમારું મગજ તમને ચેતવે છે કે હવે શરીરને સુરક્ષાની જરૂર છે તાપસીએ કહ્યું, થોડું પેટ હોવું એ તંદુરસ્તીની નિશાની છે શું સંપૂર્ણ અને કોઈ જ કમી વિનાનું શરીર મેળવવાના સતત દબાણથી ફાયદા કરતાં નુકસાન વધુ થઈ રહ્યું છે? અભિનેત્રી તાપસી પન્નુએ તાજેતરમાં શરીરની આદર્શ છબી અંગેની માન્યતાઓને પડકારતાં પોતાનાં અનુભવ વિશે ખુલીને વાત કરી છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક પોસ્ટમાં તાપસીએ જણાવ્યું કે કેવી રીતે તેણે પોતાના શરીર પાસેથી તેની ક્ષમતાથી વધુ કામ લીધું હતું, કારણ કે તે પેટની ચરબી અંગે સતત ચિંતિત રહેતી હતી. તાપસીએ કહ્યું: “જ્યારે તમે તમારા શરીર પર વધુ પડતી મહેનત કરો છો, ત્યારે તમારું મગજ તમને ચેતવે છે કે હવે શરીરને સુરક્ષાની જરૂર છે.”તાપસીએ સમજાવ્યું કે અતિશય કસરત કરવાથી શરીર એક રક્ષણાત્મક સ્થિતિમાં જતું રહે છે, જેના કારણે વજન ઘટવાને બદલે શરીર વધુ પાણી સંગ્રહવા લાગે છે. તેણે કહ્યું, “શરીરમાંથી પાણીનો જથ્થો ઘટવાને બદલે શરીર તેને જાળવી રાખવા લાગે છે. ઘણીવાર જે નીચલા પેટનો ભાગ આપણે ચરબી માનીએ છીએ, તેમાં પાણીના સંગ્રહનો પણ સમાવેશ થાય છે. વધુ પડતી કસરતથી આ સમસ્યા ઓછી થવાને બદલે વધી શકે છે. મને ખરેખર લાગે છે કે લોકોએ પોતાના શરીર સાથે આવું ન કરવું જાેઈએ.”તાપસીએ જણાવ્યું કે આરોગ્ય નિષ્ણાત મુનમુન ગનેરીવાલ સાથેની ચર્ચા બાદ તેની સમજ બદલાઈ છે. તેમણે સમજાવ્યું કે નીચલા પેટનાં ભાગમાં થોડી ચરબી અને પાણીનું પ્રમાણ મહિલાઓના પ્રજનન અંગોની સુરક્ષા માટે જરૂરી હોય છે.તાપસીએ કહ્યું, “પેટની નીચેના ભાગમાં થોડી ચરબી અને થોડો પાણીનો સંગ્રહ હોવું મહત્વનું છે, કારણ કે ત્યાં આપણા પ્રજનન અંગો હોય છે અને તેમને સુરક્ષાની જરૂર પડે છે.” સોશિયલ મીડિયા પર દેખાતી ‘પરફેક્ટ’ બોડી ઈમેજ પાછળ દોડવાને બદલે મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જાેઈએ, એમ તાપસીએ ભારપૂર્વક જણાવ્યું હતું. તેણે કહ્યું, “માત્ર ઇન્સ્ટાગ્રામ પર પરફેક્ટ તસવીરો માટે કૃપા કરીને પોતાને ત્રાસ ન આપો. થોડું પેટ બહાર દેખાવું અને ત્યાં થોડી ચરબી હોવી તંદુરસ્તીની નિશાની છે. પોતાની જાત પર ત્રાસ ન કરો.” ફિલ્મ એક એવી માતાની કહાની કહે છે જે પોતાના ગુમ થયેલા બાળકની શોધમાં નીકળે છે. તેમાં સ્વસ્તિકા મુખર્જી અને ઇશ્વાક સિંહ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જાેવા મળશે.



