
હાલ તૃપ્તિ તેની આગામી ફિલ્મ મા બહેનની રિલીઝની રાહ જાેઈ રહી છે હું બહારથી મજબુત દેખાવાનો પ્રયત્ન કરું છું, પરંતુ ટ્રોલિંગથી દુ:ખ તો થાય છે : તૃપ્તિ તૃપ્તિએ સ્વીકાર્યું કે ભલે તે જાહેર અભિપ્રાયની અસર ન થવાનો દેખાડો કરે, પરંતુ કેટલીક કમેન્ટ્સ તેને અસર કરે છે તૃપ્તિ ડિમરીને એનિમલ ફિલ્મમાં તેનાં રોલ પછી ભારે લોકપ્રિયતા મળી હતી, પરંતુ સાથે જ તેને સોશિયલ મીડિયા પર આ રોલ માટે ટીકા અને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેણે ફિલ્મ રિલીઝ પછીનાં ટ્રોલિંગ વિશે વાત કરી અને તેને “અયોગ્ય” ગણાવી હતી. તેણે જણાવ્યું કે મહિલા કલાકારોને ઘણીવાર પુરુષ કલાકારો કરતાં વધુ ટીકાનો સામનો કરવો પડે છે.તૃપ્તિએ સ્વીકાર્યું કે ભલે તે જાહેર અભિપ્રાયની અસર ન થવાનો દેખાડો કરે, પરંતુ કેટલીક કમેન્ટ્સ તેને અસર કરે છે. તેણે કહ્યું, “આ સ્થિતિ અઘરી હોય છે. ક્યારેક હું બહારથી મજબુત દેખાવવાનો પ્રયત્ન કરું છું અને કહું છું કે, ‘ના, તેની મારા પર કોઈ અસર થતી નથી. અથવા હું તેનાં પર ધ્યાન નહીં આપું.’ પરંતુ હકીકતમાં એવું થતું નથી. ક્યાંક ને ક્યાંક તે તમને દુ:ખ તો લાગે જ છે. આ એવી ફિલ્મ છે જે મેં કરી છે અને જેના પર મને ગર્વ છે. એ ફિલ્મ વિશે એવી કોઈ વાત નથી જેના પર મને ગર્વ ન હોય. તે ર્નિણય મેં જાતે લીધો હતો અને મને લાગે છે કે મેં જે પણ ફિલ્મો કરી છે, તે બુલબુલ હોય કે કલા -બધી પર મને ગર્વ છે.”તૃપ્તિએ આખરે કહ્યું કે સૌથી વધુ નિરાશાજનક વાત એ છે કે મહિલાઓને પુરુષો કરતાં વધુ ટીકાઓનો સામનો કરવો પડે છે. તેણે કહ્યું, “મને લાગે છે કે આ યોગ્ય નથી. આપણે ખૂબ ઝડપથી ર્નિણય પર આવી જઈએ છીએ અને ખાસ કરીને માત્ર છોકરીઓ વિશે.”હાલ તૃપ્તિ તેની આગામી ફિલ્મ મા બહેનની રિલીઝની રાહ જાેઈ રહી છે. સુરેશ ત્રિવેણી દ્વારા ર્નિદેશિત આ બ્લેક કોમેડી થ્રિલરમાં માધુરી દીક્ષિત, ધારણા દુર્ગા અને રવિ કિશન પણ મહત્વનાં રોલમાં છે. માધુરી સાથે કામ કરવાના અનુભવ વિશે તૃપ્તિએ વાત કરી છે. તૃપ્તિએ કહ્યું, “મેમ પાસેથી હું ઘણું શીખી છું. બાળપણથી આપણે તેમને દૂરથી જાેતાં અને તેમનાં વખાણ કરતાં આવ્યા છીએ. પરંતુ જ્યારે તમે તેમને વ્યક્તિ તરીકે ઓળખો છો, ત્યારે તેમનું એક સંપૂર્ણપણે અલગ અને ખૂબ જ સુંદર પાસું જાેવા મળે છે. હું તેમનાં જેવી બનવા માંગું છું. જાે હું ક્યારેય તેમની જેટલી મોટી સ્ટાર બનું, તો પણ મારામાં એમનાં જેવાં નમ્રતા, દયા અને આપવાની ભાવના જેવા ગુણો પણ હોવા જાેઈએ. તેઓ સેટ પર હોય કે સેટની બહાર, એકદમ શાંત અને સંતુલિત વ્યક્તિ છે.” માટે એ જ અમારું મુખ્ય કામ હોય છે.” દિગ્દર્શક સુરેશ ત્રિવેણી દ્વારા ર્નિદેશિત મા બહેન ૫ જૂન, ૨૦૨૬થી સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે.



