
બીજા યૂઝરે લખ્યું કે કમસે કેમ મંદિર તો યોગ્ય વસ્ત્રો ધારણ કરી શક્યા હોત વરૂણ ધવન જિમના ડ્રેસમાં મંદિરે જતા સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થયો વરૂણના ડ્રેસિંગથી નારાજ યુઝરનો સવાલ, તમે મંદિર ખાલી દેખાડો કરવા આવ્યા હતા? વરૂણ ધવન પોતાની આવી રહેલી ફિલ્મ ‘હૈ જવાની તો ઈશ્ક હોના હૈ’ને મુદ્દે ચર્ચામાં છે. તેઓ હાલમાં ફિલ્મના પ્રમોશનમાં બિઝી છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જાેઈને યૂઝર્સ નારાજ છે. વીડિયોને મુદ્દે યૂઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે. સોસિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જાેઈ રહ્યા છે કે વરૂણ ધવન મુંબઈના એક મંદિરમાં પહોંચ્યા છે. તેઓ ચડ્ડી અને બનિયાન ધારણ કરીને મંદિર પહોંચ્યા હતા.તેમણે મસ્તકે તિલક કરેલું છે. મંદિર બહાર નીકળીને તેમણે પ્રસાદ પણ વહેંચ્યો. પરંતુ યૂઝર્સને તે સમયે વરણ ધવને ધારણ કરેલો પોષાક પસંદ નથી પડ્યો.યૂઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે. વાયરલ વીડિયો પર એક યૂઝરે લખ્યું કે, ‘પ્રભુ શર્ટ તો પહેરી લો. કાંઈક તો શોભતું પહેરી લેતા. તમે મંદિર ખાલી દેખાડો કરવા આવ્યા હતા?’ બીજા યૂઝરે લખ્યું કે કમસે કેમ મંદિર તો યોગ્ય વસ્ત્રો ધારણ કરી શક્યા હોત.



