
રાષ્ટ્ર પ્રમુખ પુતિને ભારતના કર્યા વખાણ ‘અમેરિકા દબાણ બનાવી રહ્યું છે પણ ઈન્ડિયા ઝૂકશે નહીં’ અમેરિકાએ દલીલ કરી હતી કે ઈરાન યુદ્ધના પગલે વૈશ્વિક પુરવઠો સુચારુ જાળવી રાખવા માટે આ પગલાં મર્યાદિત સમય માટે હતા રશિયન રાષ્ટ્ર પ્રમુખ પુતિને ગુરુવારે (૪ જૂન ૨૦૨૬) ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકાના સંબંધોથી નવી દિલ્હી અને રશિયાના સંબંધોને નુકસાન પહોંચતું નથી. તેમણે કહ્યું કે ભારત વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે અને વર્તમાનમાં તેનો પ્રભાવશાળી ઇકોનોમિક ગ્રોથ રેટ (આર્થિક વિકાસ દર) છે. તેમણે કહ્યું, ‘મને પૂરો વિશ્વાસ છે કે આવનારા વર્ષાેમાં રશિયા અને ભારત વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૧૦૦ અબજ અમેરિકન ડોલર સુધી પહોંચી જશે.’રાષ્ટ્ર પ્રમુખ પુતિને કહ્યું કે, ‘જાે કે અમેરિકા મોસ્કો સાથે ભારતના સંબંધોને લઈને ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આવા પ્રયાસોની કોઈ અસર થતી નથી. તેમણે કહ્યું, ‘અમેરિકા, રશિયા સાથેના સહયોગ સહિત ઘણા મુદ્દાઓ પર ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ભારત આવા પ્રયાસોનો પ્રતિકાર કરશે.’રશિયન રાષ્ટ્ર પ્રમુખે વધુમાં ઉમેર્યું કે, ‘ભારતનો વિકાસ દર ઘણો પ્રભાવશાળી છે. ભારતના અન્ય કોઈપણ દેશ સાથેના દ્વિપક્ષીય સંબંધોને રશિયા નકારાત્મક પરિણામ તરીકે જાેતું નથી.’ પુતિનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાએ મંગળવારે કહ્યું કે તે રશિયન તેલ ખરીદનારા દેશોને આપવામાં આવેલી પ્રતિબંધોની છૂટને સમાપ્ત કરવા માંગે છે.અમેરિકન પ્રતિબંધોમાંથી મળેલી છૂટથી ભારતને મોટો ફાયદોઅમેરિકાએ દલીલ કરી હતી કે ઈરાન યુદ્ધના પગલે વૈશ્વિક પુરવઠો સુચારુ જાળવી રાખવા માટે આ પગલાં મર્યાદિત સમય માટે હતા. સેનેટની વિદેશ નીતિ સમિતિ સમક્ષ વિદેશ મંત્રી માર્કાે રુબિયોએ જણાવ્યું હતું કે રશિયન છૂટ અંગેનો અંતિમ ર્નિણય નાણા વિભાગ દ્વારા લેવામાં આવશે. અમેરિકાએ માર્ચમાં રશિયન ક્રૂડની ખરીદી પર લાગેલા પ્રતિબંધોમાંથી છૂટ આપી હતી અને તેને બે વાર લંબાવી હતી. છેલ્લી વખત આ છૂટ ૧૭ મેના રોજ એક મહિના માટે આપવામાં આવી હતી. ભારત એવા દેશોમાંનું એક છે જેને રશિયન ક્રૂડની ખરીદી પર અમેરિકન પ્રતિબંધોમાંથી મળેલી છૂટથી ફાયદો થયો છે.



