
૫ મહિનામાં ૮૭૭૦૦ નોકરીઓ ઘટી.અમેરિકામાં છૈંને કારણે રેકોર્ડ છટણી, ટેક સેક્ટર સૌથી વધુ પ્રભાવિત.સૌથી મોટો ફટકો ટેકનોલોજી સેક્ટરને પડ્યો છે. મે મહિનામાં માત્ર ટેક સેક્ટરમાં જ ૩૮,૨૪૨ નોકરીઓ ઘટાડવાની જાહેરાત કરી હતી.આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અસર હવે માત્ર કામ કરવાની રીત જ નહીં પરંતુ, નોકરીઓ પર પણ પડી રહી છે. અમેરિકામાં ૨૦૨૬ દરમિયાન જાહેર કરવામાં આવેલી છટણીઓમાં એઆઈ સૌથી મોટું કારણ બની ગયું છે. રિપોર્ટ મુજબ, કંપનીઓ દ્વારા કર્મચારીઓની છટણી માટે એઆઈનો ઉલ્લેખ સતત ત્રીજા મહિને સૌથી વધુ કરવામાં આવ્યો છે.જાણીતી કંપનીના આંકડા મુજબ, મે ૨૦૨૬માં અમેરિકન કંપનીઓએ કુલ ૯૭,૦૦૬ નોકરીઓ ઘટાડવાની જાહેરાત કરી હતી. તેમાં લગભગ ૪૦ ટકા છટણી માટે એઆઈને જવાબદાર ગણાવવામાં આવ્યું હતું. પહેલા પાંચ મહિનામાં એઆઈ સાથે જાેડાયેલી આશરે ૮૭,૭૦૦ નોકરીઓની કપાત જાહેર થઈ હતી. જે સમગ્ર ૨૦૨૫ના આંકડા કરતા વધારે છે.સૌથી મોટો ફટકો ટેકનોલોજી સેક્ટરને પડ્યો છે. મે મહિનામાં માત્ર ટેક સેક્ટરમાં જ ૩૮,૨૪૨ નોકરીઓ ઘટાડવાની જાહેરાત કરી હતી. જે છેલ્લા લગભગ બે વર્ષમાં સૌથી ઊંચો માસિક આંકડો છે. વર્ષ ૨૦૨૬ દરમિયાન અત્યાર સુધી ટેક સેક્ટરમાં ૧.૨૩ લાખથી વધુ નોકરીઓ કપાઈ ચૂકી છે. જેમાં, કંપનીઓમાં કરવામાં આવેલ પુન:ગઠન સામેલ છે. ઘણી કંપનીઓ કર્મચારીઓ ઘટાડીને એઆઈ ઇન્ળાસ્ટ્રક્ચર અને ઓટોમેશન પાછળ ખર્ચ કરી રહી છે. રસપ્રદ વાત એ છે કે, છટણીઓ છતાં અમેરિકામાં કુલ રોજગાર બજાર મજબૂત છે. ઘણાં સેટર્સમાં નવી ભરતી ચાલુ છે. પરંતુ, માંગ હવે સામાન્ય ઓફિસ કામ કરતા એઆઈ, ડેટા, સોફ્ટવેર અને ટેકનિકલ સ્કીલ્સ ધરાવતા કર્મચારીઓની વધુ છે. એઆઈને કારણે નોકરીઓ સંપૂર્ણપણે ગાયબ થવાને બદલે કામનું સ્વરૂપ ઝડપથી બદલાઈ રહ્યું છે.



