
વંદે ભારતનું નવું ટાઈમ ટેબલ સાબરમતી-વેરાવળ વંદે ભારતનો રુટ બદલાશે નવી સમય પત્રિકા મુજબ ટ્રેન નં. ૨૪૯૦૧ સાબરમતીથી સવારે ૦૬:૦૦ કલાકે ઉપડીને બપોરે ૧૨:૫૦ કલાકે વેરાવળ પહોંચશે સાબરમતી- વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. ૨૯૬૦૧-૦૨)ના રૂટમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવાનો રેલવે બોર્ડે ર્નિણય લીધો છે.
હાલ આ ટ્રેન વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જેતલસર, જૂનાગઢ માર્ગે દોડે છે. પરંતુ હવે તેને ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસા અને જૂનાગઢ માર્ગે ચલાવવાની રેલવે બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
નવી સમય પત્રિકા મુજબ ટ્રેન નં. ૨૪૯૦૧ સાબરમતીથી સવારે ૦૬:૦૦ કલાકે ઉપડીને બપોરે ૧૨:૫૦ કલાકે વેરાવળ પહોંચશે. જ્યારે ટ્રેન નં. ૨૯૬૦૨ વેરાવળથી બપોરે ૦૩:૫૦ કલાકે ઉપડીને રાત્રે ૧૦:૨૫ કલાકે સાબરમતી પહોંચશે.
રૂટ બદલાતા વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ ખાતેના કોમર્શિયલ સ્ટોપેજ દૂર થશે. જ્યારે ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા અને ઢસા જેવા સ્ટેશનોને પ્રથમ વખત વંદે ભારતની સેવા મળશે. રેલવે બોર્ડના આદેશ મુજબ ફેરફાર એડવાન્સ રિઝર્વેશન પિરિયડ (એઆરપી) અથવા ‘નો બુકિંગ‘ તારીખમાંથી જે વહેલી હોય તે તારીખથી અમલમાં આવશે. જાેકે, નવા રૂટનો અમલ કઈ ચોક્કસ તારીખથી થશે તેની રેલવે દ્વારા હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.



