
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ભાજપના સાંસદ કંગના રનૌતે આપણા દેશના GenZ ને ગટર કહ્યા છે, આ તો હદ થઈ ગઈ. તમારા લોકોએ પેપર પડ્યું, તમારે સત્તા ભોગવવી છે, તમારે યુવાનો પર લાઠીચાર્જ કરાવવો છે અને બીજી બાજુ નીટના પેપર લીક થવાથી લોકોની જિંદગીઓ બરબાદ થઈ ગઈ, અનેક વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી અને પોતાની જિંદગી ખોઈ દીધી. આ બધું તમારા કારણે થયું છે અને જ્યારે GenZ યુવાનો અને વિદ્યાર્થીઓ પોતાના ન્યાય માટે અને શિક્ષણ મંત્રીના રાજીનામા માટે રસ્તા પર ઉતરે છે, ત્યારે તમને એ ગટર લાગે છે!! મને લાગી રહ્યું છે કે દરેક GenZ એ આ વાતનો જવાબ આપવો જોઈએ અને ભારતના દરેક યુવાને જવાબ આપવો જોઈએ અને સાંસદ કંગના રનૌત અને ભાજપના નેતાઓ માફી ન માંગે ત્યાં સુધી આ લોકોને માફ કરવા ન જોઈએ.




