
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
લખનૌમાં સોમવારે જ્યાં આગ લાગી હતી એ ઈમારતમાં પૂરતા અગ્નિ સલામતી પગલા વિના, કટોકટી સમયે બહાર નીકળવાના માર્ગો અથવા ધૂમાડાના વેન્ટિલેશન સિસ્ટમ વિના ધંધાકીય સંસ્થા તરીકે કાર્યરત હતી. અલીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં પોલીસ દ્વારા નોંધાયેલા પ્રથમ માહિતી અહેવાલ એફઆઈઆર અનુસાર બિલ્ડીંગ નો નકશો રેસીડન્સ તરીકે દર્શાવી પાસ કરાયો હતો. જ્યારે બિલ્ડીંગમાં ધંધાકીય પ્રવૃત્તિઓ ધમધમતી હતી. જેમાં બિલ્ડીંગના માલિક અને પાલતુ પ્રાણીઓની દુકાન અને એનિમેશન સેન્ટરના સંચાલકો સહિત ચાર લોકોના નામ છે.
પોલીસે જણાવ્યું હતું કે ચારેયની ધડપકડ કરવામાં આવી છે. આ કેસ હત્યા ન ગણાતા ગુનાહિત હત્યા, ગુનાહિત હત્યા કરવાનો પ્રયાસ અને માનવ જીવનને જોખમમાં મુકતા ઉતાવળ અથવા બેદરકારી ભર્યા કૃત્યો તેમજ ઉત્તર પ્રદેશ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ એક્ટની જોગવાઈઓ હેઠળ દાખલ કરવામાં આવ્યો છે.
આ FIR મુજબ તારીખ 22 જૂન ના રોજ બપોરે લગભગ 2:30 વાગ્યે અલીગંજના સેક્ટર ડી માં આવેલ આ ત્રણ માળની ઇમારતમાં પાલતુ પ્રાણીઓની દુકાન અને ક્લિનિકમાં આગ લાગી હતી. જેમાં ગ્રાઉન્ડ અને પહેલા માળે પાલતુ પ્રાણીઓની દુકાન અને ક્લિનિક બીજા માળે વિડીયો ગેમિંગ ઝોન અને 3D એનિમેશન સેન્ટર અને ત્રીજા માળે આઇટી નેટવર્કિંગ ઓફિસ હતી. આ ફરિયાદમાં આરોપ મુકવામાં આવ્યો છે કે ઇમારતના માલિકો અને વ્યવસાયો સાથે સંકળાયેલા લોકોએ “આગ સલામતી માટે કોઈ વ્યવસ્થા કરી ન હતી અને ઈમરજન્સી એક્ઝીટ અથવા પ્રવેશ માટે કોઈ વ્યવસ્થા ન હતી. પ્રવેશ અને બહાર નીકળવા માટે તેમાં ફક્ત એક જ મુખ્ય રસ્તો હતો અને બીજો કોઈ બહાર નીકળવાનો દરવાજો કે કટોકટીનો દરવાજો ન હતો.” સદર આગમાં 15 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા તેમના ગૂંગળામણ અને સળગવાના કારણે મૃત્યુ થયા હતા. જ્યારે 9 અન્ય ઘાયલ થયા હતા તેમને કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU) ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં પાલતુ પ્રાણીઓની દુકાનના સંચાલક રામકૃષ્ણ ઉપાધ્યાય (43), મકાનના માલિક વિરેન્દ્ર પ્રસાદ શુક્લા (62), એનિમેશન સેન્ટરના સંચાલક તુષાર કૃષ્ણ જયસ્વાલ (31) અને સુરેશકુમાર શાહુ ની ધરપકડ કરી છે. SIT ની પેનલના સભ્ય ADG લખનૌ ઝોન પ્રવીણ કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે એસ.આઇ.ટી સાત દિવસમાં સરકારને પોતાનો રિપોર્ટ સુપરત કરશે.



