
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશમાં એક એક થી ચઢિયાતા નમુનાઓ પડેલા છે એમાંથી આ એક નમૂનાની બાઈક ના નંબર પર કુલ ૧૦૭ પેન્ડિંગ ચલાન જેના દંડની રકમ થાય છે ૨.૩૬ લાખ રૂપિયા. એવો આ કિસ્સો છે દિલ્હી પાસેના ગુડગાંવ એક ટ્રાફિક પોલીસને પણ તેના જીવનમાં કદી ના જોયો હોય એવો કેસ જોવા મળ્યો.
વાહનોની રૂટીન તપાસ દરમિયાન ટ્રાફિક પોલીસે એક યુવાનને તેની બાઈક સાથે રોક્યો હતો. તેને હેલ્મેટ પહેરી ન હોતી એટલે પોલીસને તેને આંતરી લીધો હતો. સામાન્ય રીતે રોડ પર ટ્રાફિક પોલીસ બે ઓપ્શન આપે છે એક તો એક લેટેસ્ટ ગુનાની ફાઈન ભરીને છૂટી જવું છે કે પછી અત્યારે ચલાન કાપીએ અને તમે ટ્રાફિક પોલીસ પાસે જઈને પછી ફાઈન ભરી લેશો?
આ બાઇકરે અત્યારે ચલાન બનાવી દો, પછીથી ફાઈન ભરી દઈશ એવો ઓપ્શન પસંદ કર્યો. જોકે એ માટે તેની બાઈક નો નંબર વેબસાઈટ પર નાંખીને તપાસ કરી તો આ બાઈક પર ઓલરેડી ૧૦૭ ચલન પેન્ડિંગ હતા એ બધાની કુલ દંડની રકમ થતી હતી ૨.૩૬ લાખ રૂપિયાથી વધુ આ રકમ જોયા પછી પોલીસે તેને બાઈક જપ્ત કરી લીધી હતી.



