
રાશીએ અનીસ બઝમીની કોમેડી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું દરેક શૂટિંગ શીડ્યુલ તમને કંઈક શીખવે છે ડિરેક્ટર અનીસ બઝમીની આગામી કોમેડી ફિલ્મમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન અને રાશી ખન્ના લીડ રોલમાં જાેવા મળશે રાશી ખન્નાએ ડિરેક્ટર અનીસ બઝમીની આગામી કોમેડી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન અને રાશી ખન્ના લીડ રોલમાં જાેવા મળશે.આ અંગે રાશીએ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે શૂટિંગ દરમિયાન અનુભવેલા શારીરિક પડકારો અને મુશ્કેલ સમય દરમિયાન સાથ આપનાર તમામ લોકોનો આભાર માન્યો હતો. ફિલ્મ વિશે વધુ વિગતો જાહેર કર્યાં વિના રાશીએ લખ્યું કે કેમેરા સામેના દ્રશ્યો કરતાં કેમેરાની પાછળના અનુભવો તેની સાથે વધુ સમય સુધી રહેશે.રાશીએ લખ્યું, “હું હંમેશાં માનું છું કે દરેક શૂટિંગ શીડ્યુલ તમને કંઈક શીખવી જાય છે. આ શીડ્યુલે મને સમજાવ્યું કે સાચી શક્તિ તમારી આસપાસનાં લોકોમાંથી મળે છે. શૂટિંગ દરમિયાન બીમાર પડવું સરળ નથી હોતું અને કેટલીક વખત મારે ખરેખર મારી જાતને આગળ વધવા બહુ ધકેલવી પડતી હતી. પરિવારનો એક ફોન કે યુનિટનાં કોઈ સભ્ય દ્વારા મારી તબિયત પૂછવામાં આવતી, તો આખો દિવસ હળવો લાગવા માંડતો. અમે એક્શન સીનનું શૂટિંગ કરી રહ્યાં હતાં, તેથી મને થોડા ઘા પણ લાગ્યા. મારું આ શીડ્યુલ સહેલું નહોતું, પરંતુ કરુણાભાવ અને સહયોગથી ભરેલું જરૂર હતું. જ્યારે હું આ શીડ્યુલ પૂરું થવા વિશે વિચારું છું ત્યારે થાક નહીં, પરંતુ કૃતજ્ઞતા યાદ આવે છે. કેમેરા બંધ થઈ જાય પછી પણ આવી યાદો જ હંમેશાં સાથે રહે છે.” હજુ આ ફિલ્મનું નામ જાહેર થયું નથી, જેમાં લાંબા સમય બાદ અનીસ અને અક્ષય ફરી એકવાર સાથે કામ કરી રહ્યા છે.




