
મિલાપ ઝવેરીની ફિલ્મ ૨૦૨૭માં આવશે આદિત્ય રોયને વધુ એક મ્યુઝિકલ લવ સ્ટોરી મળી આશિકી ટુ બાદ નિર્માતા ભૂષણ કુમાર, આદિત્ય રોય કપૂર અને મિલાપ ઝવેરીનું ફરી કોલબરેશન આદિત્ય રોય કપૂર વધુ એક મ્યુઝિકલ લવ સ્ટોરીમાં દેખાશે. ટી સીરિઝનાં બેનર હેઠળ મિલાપ ઝવેરી આ ફિલ્મ બનાવી રહ્યા હોવાની સત્તાવાર જાહેરાત આજે કરાઈ હતી. બોલિવુડ વર્તુળોમાં છેલ્લા કેટલાય સમયથી ‘આશિકી થ્રી’ બની રહ્યાની ચર્ચાઓ હતી. પરંતુ, નિર્માતા મુકેશ ભટ્ટે ‘આશિકી’ ટાઈટલના હક્કો પોતાની પાસે જ હોવાનો દાવો કર્યા બાદ હવે આ નવી ફિલ્મને ‘આશિકી થ્રી’ને બદલે અલગ નામ આપવામાં આવશે તેમ મનાય છે. તાજેતરમાં ‘એક દિવાને કી દિવાનીયત’ જેવી અણધારી સફળતા મેળવનારી ફિલ્મ આપી ચૂકેલા ર્નિદેશક મિલાપ ઝવેરીએ પોતાની આગામી ફિલ્મ હિંસક મ્યુઝિકલ લવ સ્ટોરી હશે તેમ જણાવ્યું હતું.તેમણે કહ્યું હતું કે મારી આ ફિલ્મમાં પાત્ર એકદમ સંકુલ છે અને તે ભજવવા માટે મારા મતે આદિત્ય રોય કપૂર કરતાં બહેતર કોઇ એક્ટર નથી.ફિલ્મના અન્ય કલાકારોની જાહેરાત વિશે રાહ જાેવાઈ રહી છે. અગાઉ આ ફિલ્મ માટે શ્રીલીલા સહિતની હિરોઈનોની ચર્ચા થઈ હતી.




