
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સને ૨૦૦૬માં તત્કાલિન પાણી પુરવઠા મંત્રી નરોત્તમ પટેલના અપાયેલા સૂચના ના પગલે શરૂ થયેલી ખાડી પૂરની આફત આજદિન સુધી લગાતાર ચાલુ રહી છે. આમ છતાં આ પ્રજા અત્યારે તો શાસકો પર ફિટકાર અને કાગારોળ મચાવતી હોય છે. પરંતુ ચૂંટણીમાં તો પ્રજા ખોબલે ખોબલે મત તો ભાજપ ને આપતી હોવાથી શાસકો નઘરોળ અને બેજવાબદાર બની જતાં ખાડીપૂરની સમસ્યા યથાવત રહી છે. જે સમસ્યાને ધ્યાનમાં લઈને શહેરીજનો ના હિતમાં લડત આપતી સામાજિક સેવા સંસ્થા વિકાસ ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્રના દક્ષિણ ગુજરાતના પ્રમુખ છગનલાલ ડી. મેવાડાએ સને ૨૦૧૬માં નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જનહિત માટે એક PIL દાખલ કરેલી જેને આજે દસ વરસના વહાણા વાયા છતાં નામદાર ગુજરાત હાઇકોર્ટમાં એ બાબતે અધિકારીઓએ ખુલાસાવાર જવાબ પાઠવ્યો નહીં હોવાથી નામદાર અદાલતમાં એ અપીલ આજે પણ પેન્ડિંગ છે.
આ જાહેર હિતની અરજી કરવા પાછળનું મુખ્ય કારણ ઉકાઈ ડેમનું પાણી સણીયા હેમાદ થી કુંભારિયા, સારોલી, ડુંભાલ વિગેરેમાંથી પસાર થતી ખાડીઓમા આવતું હોય છે. ત્યારે એ ખાડીઓ ઉપર બંધાયેલી ગેરકાયદે માર્કેટો અને રેસિડેન્ટો ને દૂર કરવાની જવાબદારી જે તે ગામની ગ્રામપંચાયત અને સુડાની હોય છે ત્યારે અહી કુંભારિયા-સારોલી ગ્રામપંચાયત અને સુડા હસ્તક આવતી ખાડીઓમા શ્યામ સંગિની ટેક્ષટાઇલ માર્કેટ, સારથી રેસિડેન્ટ કુંભારિયાની ખાડી ઉપર બનેલ છે. જે દસ્તાવેજમાં દર્શાવેલ જગ્યા કરતાં અનઅધિકૃત રીતે ખાડી પુરાણ કરી કાંકરાપારથી આવતી સણીયાગામ અને કુંભારિયાના વળાંક ઉપર આવતી સારથી થી શરૂ થતું દબાણ જે મીઠી ખાડી અને કોયલી ખાડીની બંને બાજુ ઉપર દબાણો કરી ગેરકાયદેસર રીતે બિલ્ડરોએ અને અન્યો ધ્વારા દુકાનો, મકાનો, ગેરકાયદેસર રીતે પુરાણ કરી બાંધકામ કરવાથી લેન્ડ માર્કેટના સામેની સાઈડમાં મગોબની સરકારી જગ્યા પૂર્વ સાંસદ સભ્ય પૂર્વ ધારાસભ્ય અમરસિંહ ઝીણા ને સરકારે ફાળવેલી જગ્યા રાજકીય વગનો ઉપયોગ કરી SC/ST અને સિધ્ધાર્થ ગેસ એજન્સી ચલાવવા જગ્યા ફાળવેલ.આજીવિકા ચલાવવા માટે માંગણી કરેલી આદિવાસીમાંથી આવતા પરંતુ જગ્યા ફાળવેલી તે સરકાર ધ્વારા ફાળવેલી જગ્યા કરતાં ચાર ગણી જગ્યા ખાડી પુરાણ કરી તેના ઉપર સમિતિનો પેટ્રોલ પંપ ઊભો કરી વેચી મારી છે. અને અંબર હાઉસ તરીકે ઓળખાય છે. તે જોતાં કોયલીખાડી પરના દબાણથી તેઓના કારણે અન્ય પ્રજાને ભોગવવું પડે છે.બે દાયકા થયા. સૌ પ્રથમ જવાબદાર કલેક્ટરની જવાબદારી આવે છે. પૂર્વ ફરજ બજાવી ગયેલા કલેક્ટરથી માંડી આજદિન સુધીના કલેક્ટરની જવાબદારીમાં આવે છે. જો ખાડીનું નિરીક્ષણ કર્યું હોત તો (કાંકરાપાર ખાડી) આજે આ સ્થિતિ ના સર્જાત. સુરત શહેરમાં સમાવેશ થતાં શહેરની હદ વધતાં જેમાં સમાવેશ થયેલા ગામોના વિકાસની જવાબદારી સુરત મ.ન.પા ની હોય છે. જેના કમિશનર અને તાબા હેઠળના અધિકારીઓ ( જે તે ઝોનના) એમાય ખાસ કરીને લિંબાયત ઝોનના અધિકારીઓની જવાબદારીની તકેદારી અમલ ના કરવાથી ભ્રષ્ટ અધિકારીઓના કારણે લાંચિયા અધિકારી ઝોનલ ચીફ અધિકારી વિપુલ ગણેશવાલા બિલ્ડરોના ખોળે બેસનાર જેને સસ્પેન્ડ કરવામાં આવેલા માટે વર્તમાન અધિકારીઓ તકેદારી નહીં રાખવાથી ૪૫ થી વધુ લોકોની જાનહાનિ થવા પામી છે. નાના-મોટા વેપારીઓનું લાખો-કરોડોનું નુકશાન થયું છે. જે આ અધિકારીઓની બેદરકારીના કારણે થયેલ છે. અને સ્થાનિક કોર્પોરેટરોને બધી જાણકારી હોવા છતાં ક્યાં-ક્યાં કોણે કેટલું દબાણ કર્યું છે તે ખબર હોવા છતાં ભ્રષ્ટાચાર આચરેલો. જેના કારણે નુકશાન થયેલ છે. અને નિર્દોષ જનતાને ભોગવાનો વારો આવ્યો છે. જનતા જાગૃત થાય અને સ્થાનિક કોર્પોરેટરો ખાલી ખાલી ફોટોસેસન માટે રિલ માટે સસ્તી પ્રસિધ્ધિ મેળવવા આવતા હોય છે. ત્યાં માતા, બહેનો, ભાઈઓ, યુવાનોએ એમને જાકારો આપવો જોઈએ. કારણકે ખરી તકલીફના ટાઈમે જો પોતાના હાથ ભ્રષ્ટાચારથી જ્યારે ખરડાયેલા હોય તે જનતાનું શું ભલું કરવાના? સુરત શહેરની સદા જાગૃત સંસ્થા વિકાસ ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્રના દક્ષિણ ગુજરાતના પ્રમુખ છગનલાલ ડી. મેવાડા સને ૨૦૦૬ની પરિસ્થિતી જોતાં અને દર ચોમાસે આવતી પાણીની રેલ ખાડી કિનારે રહેતા નાગરિકોની ઘર વખરીનું નુકશાન થાય છે તે માટે આ સંસ્થા ધ્વારા સને ૨૦૧૬ માં PIL ૫૧/૨૦૧૬, ૫૦/૨૦૧૬ અને ૩૪૯૦૭/૨૦૨૨ પબ્લિક હિત માટે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલી. જે તે સમયે ગુજરાત હાઈકોર્ટે સુડાના અને મ.ન.પા ના અધિકારીઓ ગુજરાત સરકારના અધિકારીઓને નામદાર ગુજરાત હાઇકોર્ટ ધ્વારા નોટિસ પાઠવેલી કે સ્થળ પર જાત તપાસ કરી તેનો રિપોર્ટ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવો. પરંતુ જાડી ચામડીના અધિકારીઓ ઘોળીને પી જતાં હાઇકોર્ટનો અનાદર કરી પોતાની મનમાની કરી આજદિન સુધી નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશનો કોઈ અમલ કરવામાં આવેલ નથી. જેના કારણે આજદિન સુધી પ્રજાને ખાડીપૂરનો ભોગ બની સુરત શહેરની જનતાને નુકશાન વેઠવું પડી રહ્યું છે. જેના મૂળમાં આ ખંધા-ખાઈ બદેલા અને ગેંડાની ચામડી ધરાવતા સુરત મ.ન.પા, સુડા, કલેક્ટર સહિતના તમામ જવાબદાર અધિકારીઓએ દાખવેલી બેજવાબદારીનું પાપ શહેરની નિર્દોષ જનતા ભોગવી રહી છે.




