
‘ઇઠા’ હવે ૨૮ ઓગસ્ટે તો રજૂ નહીં થાય યશની ટોક્સિક સાથે ટક્કર ટાળવા શ્રદ્ધાની ઇઠાની રીલિઝ ડેટ બદલાશે મહારાષ્ટ્રની લાવણી કળાકાર વિઠાબાઇની જિંદગી પર આધારીત ફિલ્મ ‘ઇઠા’માં મુખ્ય ભૂમિકા શ્રદ્ધા કપૂરે નિભાવી છે ‘ઇઠા’ ફિલ્મના નિર્માતાઓ મેડોક ફિલ્મ્સ હવે યશની ફિલ્મ ‘ટોક્સિક:એ ફેરી ટેલ ફોર ગ્રોન અપ્સ’ સાથે ટક્કર નિવારવા માટે પોતાની ફિલ્મને વહેલી કાં મોડી રજૂ કરવા માટે વિચારી રહ્યા છે. યશની ફિલ્મ ૨૮ ઓગસ્ટે દુનિયાભરના થિયેટર્સમાં રજૂ થવાની છે. આમ તો બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું પરફોર્મ કરી શકે એવી છે પણ બંને ફિલ્મો ટકરાશે તો નુકશાન થઇ શકે છે. મહારાષ્ટ્રની લાવણી કળાકાર વિઠાબાઇની જિંદગી પર આધારીત ફિલ્મ ‘ઇઠા’માં મુખ્ય ભૂમિકા શ્રદ્ધા કપૂરે નિભાવી છે. ફિલ્મ મરાઠી લોકથિયેટરની મશહુર લાવણી ડાન્સર વિશે છે એટલે તેને મહારાષ્ટ્રમાં જબરદસ્ત સફળતા મળે એ સ્વાભાવિક છે પણ અન્યત્ર ‘ટોક્સિક’ સાથેની ટક્કરમાં તેને માર પડી શકે છે. દર્શકો વહેંચાઇ જવાનું નુકશાન ફિલ્મમેકર્સને પરવડે તેમ નથી.ફિલ્મમેકર્સે આ મામલે સત્તાવાર કોઇ જાહેરાત કરી નથી પણ એટલું નક્કી છે કે ‘ઇઠા’ હવે ૨૮ ઓગસ્ટે તો રજૂ નહીં થાય.ફિલ્મ વહેલી કે મોડી રજૂ કરવામાં આવશે તેની જાહેરાત ટૂંક સમયમાં થવાની શક્યતા છે.




