
ભારતમાં ‘સ્પાઇડર-મેન બ્રાન્ડ ન્યૂ ડે’ની એડવાન્સ બુકિંગે ‘ધ ઓડિસી’નો રેકોર્ડ તોડ્યો ટોમ હોલેન્ડનીત આ ફિલ્મે રિલીઝના એક અઠવાડિયા પહેલાં જ ક્રિસ્ટોફર નોલાનની ‘ધ ઓડિસી’ના પ્રથમ દિવસના પ્રી-સેલ્સને પાછળ છોડી દીધા
માર્વેલની સુપરહીરો ફિલ્મ ‘સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યુ ડે’ની ભારતમાં રિલીઝ પહેલાં જ ચર્ચામાં છે. ફિલ્મનાં એડવાન્સ બૂકિંગને મળેલા પ્રતિસાદે નવા રેકોર્ડ સર્જ્યા છે. ટોમ હોલેન્ડનીત આ ફિલ્મે રિલીઝના એક અઠવાડિયા પહેલાં જ ક્રિસ્ટોફર નોલાનની ‘ધ ઓડિસી’ના પ્રથમ દિવસના પ્રી-સેલ્સને પાછળ છોડી દીધા છે.મંગળવાર, ૨૧ જુલાઈના બપોરે ૧૨ વાગ્યા સુધી, દેશના ટોચના મલ્ટિપ્લેક્સ ચેઇન્સ પીવીઆર આઇનોક્સ અને સિનેપોલિસમાં ફિલ્મનાં ઓપનિંગ ડે માટે ૧.૪૦ લાખથી વધુ ટિકિટો વેચાઈ ચુકી છે.ખાસ વાત એ છે કે ફિલ્મ હજુ રિલીઝ થવામાં એક અઠવાડિયાનો સમય બાકી હોવા છતાં તેણે ‘ધ ઓડિસી’નાં ભારતમાં થયેલા પ્રથમ દિવસના અંતિમ પ્રી-સેલ્સને પાછળ છોડી દીધા છે.ટ્રેડ વિશ્લેષકોનું માનવું છે કે આગામી દિવસોમાં ફિલ્મના એડવાન્સ બૂકિંગનો આંકડો વધશે. હાલના ટ્રેન્ડને જાેતા ફિલ્મ માટે ૫ લાખથી વધુ ટિકિટ વેચાણનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જાે ફિલ્મ આ આંકડો હાંસલ કરે છે તો તે વર્ષ ૨૦૨૧માં આવેલી ‘સ્પાઇડર-મેન: નો વે હોમ’ની બરાબરી કરશે, જેણે નેશનલ ચેઇન્સમાં અંદાજે ૫.૫૦ લાખ ટિકિટનું પ્રી-સેલ્સ નોંધાવ્યું હતું.કેટલાંક ટ્રેડ પોર્ટલનાં અંદાજ મુજબ ‘સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યુ ડે’ ભારતીય બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે ૪૦થી ૪૮ કરોડની નેટ કમાણી કરી શકે છે. હાલના એડવાન્સ બૂકિંગને જાેતા આ અંદાજમાં આગામી દિવસોમાં વધારો પણ થઈ શકે છે. આ પહેલાં આવેલી ‘સ્પાઇડર-મેન: નો વે હોમ’ ફિલ્મે ભારતમાં આશરે ૨૬૫ કરોડની કમાણી કરી હતી. ખાસ વાત એ હતી કે તે સમયે ભારતીય બોક્સ ઓફિસ હજુ કોરોના મહામારી બાદ ફરી બેઠી થઈ રહી હતી અને ફિલ્મને ‘પુષ્પા: ધ રાઇઝ’ તેમજ ‘૮૩’ જેવી સ્થાનિક ફિલ્મોની સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતોઆ વખતે પરિસ્થિતિ વધુ અનુકૂળ માનવામાં આવી રહી છે. ભારતીય થિયેટર માર્કેટ સંપૂર્ણપણે સામાન્ય સ્થિતિમાં પરત ફરી ચૂક્યું છે અને વર્ષ દરમિયાન અનેક હોલિવૂડ ફિલ્મોએ અપેક્ષા કરતાં વધુ સફળતા મેળવી છે.આ સંજાેગોમાં ‘સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યુ ડે’ને વર્ષ ૨૦૨૬ની સૌથી મોટી હોલિવૂડ રિલીઝમાંથી એક માનવામાં આવી રહી છે. હાલના એડવાન્સ બૂકિંગનાં આંકડાઓ દર્શાવે છે કે ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર જાેરદાર શરૂઆત કરવા માટે તૈયાર છે.




