
અમિતાભે બ્લોગમાં હેલ્થ અપડેટ આપ્યું અમિતાભ સર્જરી કરાવ્યા બાદ ઘરે પરત : ચાહકોમાં ચિંતા અગાઉ જુલાઇ ૨૦૨૦માં અમિતાભને કોરોનાનો ચેપ લાગતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અમિતાભ બચ્ચને તાજેતરમાં હોસ્પિટલમાં કોઈ સર્જરી કરાવી છે. અમિતાભે પોતે બ્લોગમાં માહિતી આપ્યા બાદ સર્જરી કરાવ્યા બાદ તેઓ ઘરે પરત ફર્યા છે પરંતુ તેમના માટે રિકવરીનો સમય પીડાદાયક બની રહ્યો છે. જાેકે, તેમણે શાની સર્જરી કરાવી તેની વિગતો આપી નથી. આ બ્લોગ બાદ તેમના ચાહકો ચિંતિત બન્યા છે.૮૩વર્ષીય અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે હોેસ્પિટલમાં સર્જરી કરાવ્યા બાદ આઇસીયુમાં રહીને પાછાં ઘેર ફરવાનો તબક્કો સૌથી મુશ્કેલ હોય છે. તેમાં શારીરિક, માનસિક અને વ્યવહારમાં ઘણી મુશ્કેલી પડે છે. જીવન અને લડી લેવાના મિજાજ બાબતે બચ્ચને જણાવ્યું હતું કે તમે એક આદરણીય ચેમ્પિયન હો ત્યારે એક દિવસ હાર તમારી સામે મોં તાકીને ઉભી હોય એ તમારા જીવનનો સૌથી મુશ્કેલ તબક્કો બની રહે છે. કેટલાક લડી લે છે, કેટલાક હારી જાય છે. કેટલાક ચેમ્પિયન્સ ભૂતકાળની ભવ્યતામાં રાચે છે તો કેટલાક સમાધાન કરી જીવન જીવે છે. દરેક જણે પોતાની પસંદગી કરવાની હોય છે તેમાં કશું ખોટું પણ નથી. મસ્ત રહો, ખુશ રહો.અગાઉ જુલાઇ ૨૦૨૦માં અમિતાભને કોરોનાનો ચેપ લાગતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ પછી માર્ચ ૨૦૨૩માં કલ્કિ ૨૮૯૮ એડીના શૂટિંગ દરમ્યાન હૈદરાબાદમાં તેમની પાંસળીમાં સ્નાયુઓ ખેંચાઇ ગયા હતા. એ સમયે તેમણે મુંબઇમાં ઘણાં અઠવાડિયાઓ સુધી ઘરે રહીને આરામ કર્યાે હતો.




