
૪૦ વર્ષ પછી બંને સ્ક્રીન શેર કરશે મિનાક્ષી શેશાદ્રી ઓટીટી પર જેકી સાથે કમબેક કરશે આઠ ભાગની આ સિરિઝમાં ભાગ્ય શ્રી, રામ કપૂર અને અનુપ્રિયા ગોયેન્કા પણ મહત્વની ભૂમિકા કરી રહ્યા બોલિવૂડની એક જમાનાની સફળ જાેડી હાલ એક ઓટીટી સિરિઝમાં ફરી સાથે કામ કરી રહી છે. ૧૯૮૩માં સુભાષ ઘઇની ફિલ્મ ‘હીરો’માં જેકી શ્રોફ અને મિનાક્ષી શેષાદ્રીએ જાેડી જમાવી હતી. હાલ આ બંને વિપુલ શાહ ર્નિદેશિત કોટરૂમ ડ્રામા ‘નાણાંવટી વર્સીસ નાણાંવટી’ નામની સિરિઝ માટે અંધેરીના પવઇ વિસ્તારમાં શૂટિંગ કરી રહ્યા છે.મિનાક્ષી શેષાદ્રી લગ્ન બાદ યુએસમાં સ્થાયી થઇ હતી પણ બે મહિના અગાઉ જતેણે પોતે મુંબઇ કાયમ માટે આવી ગઇ હોવાનું જણાવી કામ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ૬૨ વર્ષની મિનાક્ષીને માત્ર બે મહિનામાં જ આ સિરિઝમાં કામ મળી ગયું હતું.આઠ ભાગની આ સિરિઝમાં ભાગ્ય શ્રી, રામ કપૂર અને અનુપ્રિયા ગોયેન્કા પણ મહત્વની ભૂમિકા કરી રહ્યા છે. ૧૯૮૦ના દાયકાની આ ચાર દાયકા જુની આ જાેડીને ફરી સિરિઝમાં ચમકાવવામાં આવી રહી છે તેની ચર્ચા થઇ રહી છે. ‘હીરો’માં તેમણે ભજવેલી ભૂમિકા બાદ મિનાક્ષી અને જેકીના ચાહકો તેમને બંનેને ફરી સાથે જાેઇ કેવો પ્રતિભાવ આપશે તે જાેવું રસપ્રદ બની રહેશે.




