
લવર્સ ઈન ધી બ્લૂ નાઈટ ફિલ્મ રજૂ કરશે અનુપમા રોય ફરી વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડની હોડમાં અનુપમાની આ બીજી ફિલ્મ મુંબઈના બેકગ્રાઉન્ડ પર છે અને તેમાં માઈગ્રન્ટ શ્રમિકોની વાત કહેવામાં આવી છે અનુપમા રોય આ વર્ષે વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ડિેરેક્ટરના એવોર્ડ માટે ફરી હોડમાં છે. તેઓ આ વર્ષે તેમની ફિલ્મ ‘લવર્સ ઈન ધી બ્લૂ નાઈટ’ રજૂ કરી રહ્યાં છે.ગયાં વર્ષે આ ફિલ્મ ફેસ્ટિવલમાં અનુપમાની ફિલ્મ ‘સોંગ્સ ઓફ ધી ફોરગોટન ટ્રીઝ’ ને બેસ્ટ ડિરેક્શનનો એવોર્ડ મળ્યો હતો. વેનિસ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓરિઝોન્તી સેક્શનમાં આ એવોર્ડ મેળવનારાં તેઓ સર્વપ્રથમ ભારતીય ફિલ્મ સર્જક બન્યાં હતાં. વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં સતત બીજાં વર્ષે જેમની ફિલ્મો એવોર્ડની હોડમાં સામેલ થઈ હોય તેવાં જુજ ભારતીય ફિલ્મ સર્જકોની હરોળમાં હવે અનુપમાએ પણ સ્થાન મેળવ્યું છે.અનુપમાની આ બીજી ફિલ્મ મુંબઈના બેકગ્રાઉન્ડ પર છે અને તેમાં માઈગ્રન્ટ શ્રમિકોની વાત કહેવામાં આવી છે. ફિલ્મમાં નીલીમા શર્મા, પ્રીતમ પિલાનિયા, ભૂષણ શિમ્પી, જતીન સરીન અને કાજલ કેશલ થથા વિનોદ સૂર્યવંશી સહિતના કલાકારો છે.ફેસ્ટિવલમાં એવોર્ડની યાદીમાં સામેલ ફિલ્મોની ગુરુવારે જાહેરાત કરવામાં આવી હતી.અનુપમાએ એક નિવેદનમાં કહ્યું હતું કે મારી બીજી ફિલ્મ પણ વેનિસ ફિલ્મ ફેસ્ટીવલમાં ગયાં વર્ષે ‘સોંગ્સ ઓફ ધી ફોરગોટન ટ્રીઝ’ને એવોર્ડ મળ્યો હતો અને હવે આ વર્ષે ‘લવર્સ ઈન ધી બ્લૂ નાઈટ’ ફેસ્ટિવલમાં સામેલ થઈ રહી છે તેથી હું કૃતજ્ઞાતા અનુભવું છું.




