
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.
દેશની સર્વોચ્ચ અદાલત ના મુખ્ય ન્યાયાધીશે દેશના જ યુવાનો માટે જેમાં સામાજિક કાર્યકરો અને આર.ટી.આઈ એક્ટિવિસ્ટોની કોક્રોચ( વંદાની) સાથે સરખામણી કરતા નિવેદનને પગલે દેશભરમાં એકાએક ઊભી થયેલી યુવાનોની કોક્રોચ જનતા પાર્ટી(CJP) એ NEET ના પેપર લીક મામલે શિક્ષણમંત્રી ના રાજીનામાની કરેલી માંગણી ને પગલે ઘમંડી મોદી સરકારના અવાજ ઘમંડી કેમ્પેય શિક્ષણ મંત્રીએ આખરે ૨૫ દિવસ પછી નાકલીટી તાણી ને રાજીનામું આપતા દેશના લાખો યુવાનો અને એમને સમર્થન આપતા માતા પિતાની સાથે સાથે સરકારથી ત્રાસેલા બેસવાસીઓને ભવ્ય જીત થઈ છે
દિલ્હીના જંતર મંતર ખાતે છેલ્લા ૨૫ દિવસોથી કોક્રોચ જનતા પાર્ટી (CJP) ના દેશભરના યુવાનો દ્વારા કેન્દ્ર શિક્ષણ મંત્રીના રાજીનામાં ની માંગ સાથે કરાયેલા પ્રદર્શનમાં દેશના પર્યાવરણ વાદી સોનમ વાંકચૂક પણ જોડાતા જ મામલાએ ગંભીર રૂપ લીધું હતું.
જેમાં પોલીસે યુવાન, યુવતીઓ ઉપર લાઠીચાર્જ, પાણીનો મારો અને પેલેટ ગન ચલાવી CJP ના આંદોલનને કચડવા એડીચોટીનું જોર મારવા છતાં દેશના યુવાનો ટસ ના મસ ના થતા આખરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને યુવાનોની એકતા સામે ઝૂકી જઈને રાજીનામુ ધરી દેતા દેશના યુવાનોની જીત થઈ છે. ત્યારે કેટલાક આ બાબતે મોદીનો માસ્ટર સ્ટ્રોક ગણાવી ભાજપ વિરુદ્ધ વધતા જતા વાતાવરણ ઉપર ઠંડુ પાણી રેડવાનો પ્રયાસ ગણાવે છે.
વાત ગમે તે હોય પરંતુ એ વાત નક્કી થઈ ગઈ કે ઝેન- ઝી ની તાકાત વિશ્વના ભલભલા ચમરબંધીઓને પણ જમીનદોસ્ત કરી શકવાની તાકાત રાખી શકે છે. એટલું તો સ્વીકારવુ જ રહ્યું? તો અન્યની તો શું વિસાત?
અત્રે ઉલ્લેખનીય છે કે મોદી સરકારના ત્રણ કાળ ના શાસન દરમિયાન થયેલા અનેક આંદોલનો જેવા કે ખેડૂતો, શિક્ષકો, આંગણવાડીની બહેનો, બેંક કર્મચારીઓ વિગેરેના કરાયેલા આંદોલનોને ભાજપ સરકારના કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદીએ પોતાની સામ-દામ દંડ અને ભેદની નીતિથી કચડી નાંખી તમામ આંદોલનો નિષ્ફળ બનાવ્યા ના મિથ્યા અભિમાન માં રાચતી સરકાર આખરે કોક્રોચ જનતા પાર્ટી (CJP) સામે નાકલીટી તાણીને શિક્ષણ મંત્રીનું રાજીનામું સ્વીકારી લેતા મોદી સરકારની પાછી પાની કરવાનો સમય આવ્યો એ જ આ દેશના યુવાનોની તાકાત નો નમૂનો છે.
અભી ખાસ વાત એ છે કે જો ૨૫ દિવસ પછી રાજીનામું સ્વીકારાયું ત્યારે નીટ નું પેપર લીક થયું અને દેશભરમાં ઊહાપોહ થયો ત્યારે જ જો આ નિર્ણય લેવાયો હોત તો 23 જેટલા આશાસ્પદ યુવાનોએ પોતાનો ભાવી ધૂંધળું સમજીને આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો ના હોત કે પછી ૨૫ દિવસો દરમ્યાન પોલીસથી ઘાયલ થયેલા યુવાનોને લાઠી ખાવાનો કે મૃત્યુનો ભોગ બની ગુમ થવાની નોબત ના આવી હોત.




