
મીરાબાઈ ચાનુએ રચ્યો ઇતિહાસ મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રીજી વખત જીત્યો ગોલ્ડ મેડલ મીરાબાઈ ચાનુએ ૨૦૨૬ કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ૪૮ કિગ્રા વર્ગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું ભારતની સ્ટાર વેઇટલિફ્ટર અને ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ ફરી એકવાર સમગ્ર દેશનું દિલ જીતી લીધું છે. મીરાબાઈએ ૨૦૨૬ કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ૪૮ કિગ્રા વર્ગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમના શક્તિશાળી પ્રદર્શનને કારણે ભારતે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ જીત સાથે મીરાબાઈ ચાનુએ સતત ત્રણ સિઝનમાં ગોલ્ડ મેડલ જીતીને ગોલ્ડન હેટ્રિક પૂર્ણ કરી છે.
મીરાબાઈ ચાનુએ મહિલાઓના ૪૮ કિગ્રા વર્ગમાં ૮૫ કિગ્રા વજન ઉપાડીને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું. તેમણે ત્રીજા પ્રયાસમાં ખૂબ જ સરળતાથી ૮૫ કિગ્રા વજન ઉપાડીને નવો કોમનવેલ્થ રેકોર્ડ બનાવ્યો. તેમણે પહેલા ૮૨ કિગ્રા વજન ઉપાડીને કોમનવેલ્થ ગેમ્સ (CWG) રેકોર્ડ બનાવ્યો અને પછી ૮૫ કિગ્રા વજન ઉપાડીને નવો કોમનવેલ્થ રેકોર્ડ સ્થાપિત કર્યો.
કોમનવેલ્થ ગેમ્સ (CWG)ના ઇતિહાસમાં કોઈપણ ખેલાડી દ્વારા ઉપાડવામાં આવેલું આ સૌથી વધારે વજન છે. આ સિદ્ધિ ફક્ત કોમનવેલ્થ ગેમ્સ પૂરતી મર્યાદિત નથી, તે કોઈપણ મોટી વૈશ્વિક સ્પર્ધા (જેમ કે વર્લ્ડ ચેમ્પિયનશિપ, ઓલિમ્પિક્સ, વગેરે)માં કોઈપણ કોમનવેલ્થ દેશના ખેલાડી દ્વારા સ્થાપિત કરાયેલ સૌથી મહાન રેકોર્ડ તરીકે ઉભરી છે. મીરાબાઈ ચાનુ તેમના પહેલા પ્રયાસમાં નિષ્ફળ ગઈ હતી. બારબેલ ઉપર ઉંચા કર્યા પછી તે ઉભી થઈ શકી નહોતી. બે વખતની કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન શરૂઆતમાં વજન પર નિયંત્રણ ધરાવતી દેખાતી હતી, પરંતુ અંતે તેમને પોતાનું સંતુલન ગુમાવ્યું અને તેને છોડવાની ફરજ પડી. જાે કે, બાદમાં ૮૫ કિગ્રા વજન ઉપાડીને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું.




