
તત્કાલ ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર ૧ ઓગસ્ટથી તત્કાલ ટિકિટ માટે ટોકન સિસ્ટમ અમલમા ટોકન સિસ્ટમથી ભીડ થશે ઓછી, મુસાફરોનો સમય બચશે અને તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયા બનશે વધુ સુવ્યવસ્થિ
ભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત અને પારદર્શક બનાવવા માટે મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. ૧ ઓગસ્ટ, ૨૦૨૬થી તત્કાલ ટિકિટ માટે નવી ટોકન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે.
આ વ્યવસ્થાથી મુસાફરોને હવે વહેલી સવારથી રિઝર્વેશન કાઉન્ટર પર લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. નિર્ધારિત સમય મુજબ ટોકન મેળવી મુસાફરો પોતાના સમય પર કાઉન્ટર પર પહોંચી ટિકિટ બુક કરાવી શકશે.
રેલવેના જણાવ્યા મુજબ, શરૂઆતમાં આ નવી વ્યવસ્થા વેસ્ટ સેન્ટ્રલ રેલવેના સ્ટેશનો પર અમલમાં મૂકવામાં આવશે. ટોકન સિસ્ટમનો મુખ્ય હેતુ રિઝર્વેશન કાઉન્ટર પરની ભીડ ઘટાડવાનો, મુસાફરોનો સમય બચાવવાનો અને તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયાને વધુ વ્યવસ્થિત બનાવવાનો છે.
નવી વ્યવસ્થા હેઠળ AC તત્કાલ ટિકિટ માટે ટોકન સવારે ૮:૩૦થી ૯:૦૦ વાગ્યા વચ્ચે આપવામાં આવશે, જ્યારે નોન-છઝ્ર તત્કાલ ટિકિટ માટે ટોકન ૯:૦૦થી ૯:૩૦ વાગ્યા દરમિયાન આપવામાં આવશે. ટોકન પર દર્શાવેલા સમય મુજબ મુસાફરો કાઉન્ટર પર પહોંચી ટિકિટ બુક કરાવી શકશે. આથી કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની મુશ્કેલી દૂર થશે.
રેલવેના જણાવ્યા અનુસાર, દરેક રિઝર્વેશન કાઉન્ટર પરથી શરૂઆતમાં ૧૦ AC તત્કાલ ટોકન અને ૧૫ નોન-AC તત્કાલ ટોકન આપવામાં આવશે. જાેકે મુસાફરોની સંખ્યા, સ્થાનિક જરૂરિયાત અને સ્ટેશનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ સંખ્યામાં વધારો અથવા ઘટાડો કરવામાં આવી શકે છે. જાે તમામ ટોકન ધારકોનું બુકિંગ પૂર્ણ થયા બાદ પણ બેઠકો ઉપલબ્ધ રહેશે તો બાકીની ટિકિટ ‘ફર્સ્ટ કમ, ફર્સ્ટ સર્વ‘ના આધારે અન્ય મુસાફરોને આપવામાં આવશે.
નવી સિસ્ટમમાં પરિવાર માટે ટિકિટ બુક કરાવતા મુસાફરોને પ્રાથમિકતા આપવામાં આવશે. ટોકનને બે અલગ કેટેગરીમાં વહેંચવામાં આવશે. પરિવારના સભ્યો માટે ટિકિટ બુક કરાવતા વ્યક્તિએ પોતાનું ઓળખપત્ર અને મુસાફરી કરનાર પરિવારજનોનું ઓળખપત્ર રજૂ કરવું પડશે. અન્ય તમામ મુસાફરો માટે અલગ કેટેગરી હેઠળ ટોકન આપવામાં આવશે.
રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે એકવાર જારી કરાયેલ ટોકન અન્ય કોઈ વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાશે નહીં. આ નિયમનો હેતુ દુરુપયોગ અટકાવવાનો અને ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવાનો છે.




