
બોમ્બે હાઈકોર્ટે FDA ને આકરી ફટકાર લગાવી આ ભારત છે, બે વાંદા દેખાય તેમાં હોટેલનું લાઈસન્સ સસ્પેન્ડ ના કરાય કોર્ટે કહ્યું, “વાસ્તવિકતામાં જીવો, આપણે ભારતમાં છીએ, કોર્ટે લાયસન્સ તાત્કાલિક પૂર્વવત કરવાનો આદેશ આપ્યો
નવી મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં તપાસ દરમિયાન માત્ર બે વાંદા મળી આવવાના કારણે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા તેનું લાઈસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. આ ર્નિણયને રદ કરતા બોમ્બે હાઈકોર્ટે FDA ને આકરી ફટકાર લગાવી હતી.
હાઈકોર્ટે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, વાસ્તવિકતામાં જીવો, આપણે ભારતમાં છીએ. માત્ર બે વાંદા મળી આવતાં ફાઈવસ્ટાર હોટેલનું લાઈસન્સ સસ્પેન્ડ ન કરી શકાય. સ્વચ્છતા અને કામગીરીના એકંદર અહેવાલ સામે માત્ર બે વાંદાની હાજરીને લીધે લાઈસન્સ સસ્પેન્ડ રાખવું યોગ્ય નથી, આપણે વાસ્તવિક અભિગમ કેળવવો પડશે.
FDA એ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, હોટલમાં તપાસ વખતે ૯૫ ટકા નિયમોની પૂર્તિ જણાઈ હતી, પરંતુ રસોડામાં જીવાત મળી આવી હતી. ખાદ્ય સલામતી અને ચોખ્ખાઈમાં કોઈ બાંધછોડ કરી શકાય નહીં. વાંદા એક હોય કે દસ, તેનાથી કોઈ ફેર પડતો નથી અને જાે આ નિયમ ન પળાય તો તેને સ્વીકારી શકાય નહીં.
એક્ટિંગ ચીફ જસ્ટિસ રવિન્દ્ર ધુગે અને જસ્ટિસ ગૌતમ અંખડની બેન્ચને હ્લડ્ઢછની આ દલીલ ગળે ઉતરી નહોતી. બેન્ચે મૌખિક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ગયા સપ્તાહે અમારા ટેબલ પર પણ વાંદો ફરતો હતો અને એક માખી પણ હતી, તો તેનાથી શું થઈ શકે? કોર્ટે સસ્પેન્શનના ર્નિણય સામે સવાલો ઉઠાવી ઓથોરિટીને હોટલનું લાઈસન્સ અને પરમિટ તાત્કાલિક પૂર્વવત કરવાનો આદેશ આપ્યો હતો.
અગાઉ આ કેસની સુનાવણી વખતે પણ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે FDA એ આવા આકરાં પગલાં ભરતાં પહેલાં હોટલને સુધારા નોટિસ આપવી જાેઈએ, કારણ કે આવા ર્નિણયોથી મોટાપાયે રોજગારી પર પણ અસર પડે છે. આ સાથે જ હાઈકોર્ટે FDA ને સવાલ કર્યો હતો કે સરકાર હસ્તકના વિભાગોની કેન્ટીનો સામે શું તપાસ કરવામાં આવી છે તેનો અહેવાલ પણ રજૂ કરવામાં આવે.
હોટેલ પાસે ફૂડ સેફટી કમિશનર સામે અપીલ કરવાનો કાનૂની રસ્તો ઉપલબ્ધ છે. આ કેસની આગામી સુનાવણી ૩૧ જુલાઈના રોજ રાખવામાં આવી છે, જેમાં FDA એ રાજ્યભરમાં કરેલા નિરીક્ષણની તમામ વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરવાની રહેશે.




