
“અમે માત્ર સારા મિત્રો છીએ” યાસીન બોનૂ સાથેના ડેટિંગની અફવાઓ પર નોરાએ મૌન તોડ્યું યાસીન બોનૂ, જેને બોનો તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મોરોક્કોનો સૌથી સફળ ફૂટબોલર્સમાંનો એક છે એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીએ આખરે મોરોક્કન ફૂટબોલર યાસીન બોનૂ (બોનો) સાથે જાેડાયેલી ડેટિંગની અફવાઓ પર મૌન તોડ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી બંનેના સંબંધોને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ નોરાએ સ્પષ્ટ કર્યું છે કે બંને માત્ર ખુબ જ સારા મિત્રો છે.ધ ક્રિસ ફેડ શોમાં વાતચીત દરમિયાન નોરાને યાસીન બોનૂ સાથેના સંબંધ વિશે પૂછવામાં આવ્યું હતું. તેના જવાબમાં તેણે કહ્યું, “એ મારો મિત્ર છે. મને લાગે છે કે એ એક અદ્ભુત વ્યક્તિ છે. એ ખુબ જ સારો માણસ છે અને વિશ્વના શ્રેષ્ઠ ગોલકીપર્સમાંનો એક છે. મને તેના પર ખુબ ગર્વ છે અને હું સતત તેની સિદ્ધિઓની ઉજવણી કરું છું.”તેણે વધુમાં ઉમેર્યું કે બંને “ખુબ જ સારા મિત્રો” છે. જાેકે, શોના સંચાલકો મજાકમાં કહ્યું કે નોરા અને યાસીનની જાેડી ખૂબ જ સુંદર લાગે છે. નોરાએ યાસીન બોનૂના સ્વભાવ વિશે પણ ખુલ્લેઆમ વાત કરી હતી. તેણે કહ્યું, “હું એને ઘણા સમયથી ઓળખું છું, પરંતુ છેલ્લા થોડા મહિનાઓમાં અમારી દોસ્તી સારી થઈ ગઇ છે. સાચું કહું તો એ બહુ જ દયાળુ અને નમ્ર વ્યક્તિ છે. તેને સોશિયલ મીડિયાની કોઈ પરવા નથી. તેનું સંપૂર્ણ ધ્યાન પોતાના પ્રદર્શન, રમત, મહેનત અને ટ્રેનિંગ પર હોય છે. તે ખરેખર બહુ જ સારો માણસ છે.”વાતચીત દરમિયાન શોના એક હોસ્ટે મજાકમાં કહ્યું કે યાસીન વિશે વાત કરતી વખતે નોરા શરમાતી હોય તેવું લાગી રહ્યું હતું. યાસીન બોનૂ, જેને બોનો તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મોરોક્કોનો સૌથી સફળ ફૂટબોલર્સમાંનો એક છે. હાલમાં તે સાઉદી પ્રો લીગની ક્લબ અલ હિલાલ અને મોરોક્કોની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ માટે ગોલકીપર તરીકે રમે છે. કામની વાત કરીએ તો નોરા ફતેહીએ તાજેતરમાં ‘સ્લે ટુ ધ રીધમ’ ગીત રિલીઝ કર્યું છે. ઉપરાંત, તે ટૂંક સમયમાં ‘કાંચના ૪’ દ્વારા તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.




