
સોનુ નિગમનું મુંબઈમાં વધુ એક મોટું રોકાણ સોનુ નિગમે ૪૪.૩ કરોડમાં ખરીદ્યો ૩,૦૫૫ ચોરસ ફૂટનો લક્ઝુરિયસ ફ્લેટ સોનુ નિગમે મુંબઈમાં રહેણાક અને કોમર્શિયલ પ્રોપર્ટી ઉપરાંત કરજતમાં જમીન સહિત અનેક રિયલ એસ્ટેટ રોકાણો કર્યા છે
સિંગર સોનુ નિગમે મુંબઈના અંધેરી વેસ્ટમાં ૩,૦૫૫ ચોરસ ફૂટનો એક એપાર્ટમેન્ટ ૪૪.૩ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. પ્રોપર્ટી કન્સલ્ટિંગ ફર્મ લિયાસેસ ફોરાસ દ્વારા મેળવવામાં આવેલા પ્રોપર્ટી રજીસ્ટ્રેશન દસ્તાવેજાે અનુસાર, આ સોદો કરવામાં આવ્યો છે.આ એપાર્ટમેન્ટના દસ્તાવેજાેનું રજીસ્ટ્રેશન ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રોપર્ટી અંધેરી વેસ્ટના જુહુ વર્સાેવા લિંક રોડ પર આવેલી રહેણાક ઇમારત વર્તમાનના ૧૨મા માળે આવેલી છે. આ ઇમારત અગાઉ મન્નત તરીકે ઓળખાતી હતી.એપાર્ટમેન્ટ નંબર ૧૬નું કાર્પેટ એરિયા ૩,૦૫૫ ચોરસ ફૂટ (૨૮૩.૮૨ ચોરસ મીટર) છે. તેની સાથે ચાર કાર પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવી છે. આ સોદા પર ૨.૬૫૮ કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી અને ૩૦,૦૦૦ રૂપિયાની રજીસ્ટ્રેશન ફી ચૂકવવામાં આવી છે.એપાર્ટમેન્ટની નક્કી કરવામાં આવેલી કિંમત અને કાર્પેટ એરિયાના આધારે આ સોદાની કિંમત પ્રતિ ચોરસ ફૂટ આશરે ૧.૪૫ લાખ રૂપિયા થાય છે.આ પ્રોપર્ટીના વેચનાર મોનીશ મંગલકુમાર દરડા છે, જેમના વતી રજીસ્ટર્ડ સ્પેસિફિક પાવર ઓફ એટર્ની ધારક કલ્પના મોનીશ દરડાએ આ સોદાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. દસ્તાવેજાેમાં ૫૩ વર્ષીય સોનુ નિગમને ખરીદદાર અને ૬૨ વર્ષીય દરડાને વેચનાર તરીકે દર્શાવવામાં આવ્યા છે.ચાર પાર્કિંગ સ્પેસમાંથી બે સ્ટિલ્ટ ફ્લોર પર અને બે અપર બેઝમેન્ટમાં આવેલી છે. દરેક પાર્કિંગ સ્પેસનું ક્ષેત્રફળ ૧૦ ચોરસ મીટર હોવાનું જણાવાયું છે.સોનુ નિગમે મુંબઈમાં રહેણાક અને કોમર્શિયલ પ્રોપર્ટી ઉપરાંત કરજતમાં જમીન સહિત અનેક રિયલ એસ્ટેટ રોકાણો કર્યા છે. માર્ચ ૨૦૨૩માં તેમણે અંધેરી વેસ્ટના વીરા દેસાઈ રોડ પર આવેલી બે કોમર્શિયલ ઓફિસ ખરીદી હતી. આ બંને ઓફિસનું સંયુક્ત ક્ષેત્રફળ ૫,૫૪૭ ચોરસ ફૂટ હતું અને તેની કુલ કિંમત ૧૧.૩૭ કરોડ રૂપિયા હતી.આ બંને ઓફિસમાંથી એકની કિંમત ૫.૮૩ કરોડ રૂપિયા અને બીજીની કિંમત ૫.૫૪ કરોડ રૂપિયા હતી. જૂન ૨૦૨૪માં તેમણે અંધેરી વેસ્ટના દત્તાજી સાળવે માર્ગ પર આવેલી ૨,૧૩૧ ચોરસ ફૂટની કોમર્શિયલ પ્રોપર્ટી ૭ કરોડ રૂપિયામાં વેચી હતી. આ સોદામાં બે પાર્કિંગ સ્પેસનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.ડિસેમ્બર ૨૦૨૫માં તેણે સાંતાક્રુઝ ઈસ્ટના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં આવેલા ટ્રેડ સેન્ટરની ૪,૨૫૭ ચોરસ ફૂટની કોમર્શિયલ યુનિટ ભાડે આપી હતી. આ પ્રોપર્ટીનું માસિક ભાડું ૧૯ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું. પાંચ વર્ષના લીઝ એગ્રીમેન્ટમાં ભાડું વધારવાની જાેગવાઈ પણ હતી. આ મુજબ બીજા વર્ષમાં માસિક ભાડું વધીને આશરે ૨૦ લાખ રૂપિયા થવાનું હતું અને ત્યારબાદ દર વર્ષે તેમાં વધારો થવાનો હતો.તેના પ્રોપર્ટી રોકાણોમાં મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં કરેલું એક મોટું કોમર્શિયલ રોકાણ પણ સામેલ છે. નવેમ્બર ૨૦૨૩માં તેમણે BKC માં ૩,૦૮૨ ચોરસ ફૂટની કોમર્શિયલ ઓફિસ ૧૪.૩૦ કરોડ રૂપિયામાં ખરીદી હતી. ત્યારબાદ ૨૦૨૬માં તેણે આ પ્રોપર્ટી ૧૮ કરોડ રૂપિયામાં વેચી દીધી હતી. આ રીતે તેને ટ્રાન્ઝેક્શન ખર્ચ અને ટેક્સ પહેલા આશરે ૩.૭૦ કરોડ રૂપિયાનો નફો થયો હોવાનું કહેવાય છે.તાજેતરમાં ૬ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ તેણે અંધેરી વેસ્ટના લોકંડવાલા રોડ પર આવેલા સુંદરવન કોમ્પ્લેક્સની એસ્ટન (Aston) બિલ્ડિંગમાં ત્રણ કોમર્શિયલ યુનિટ ખરીદી હતી. આ ત્રણેય યુનિટની કુલ કિંમત ૧૭ કરોડ રૂપિયા હતી.આ ખરીદીમાં પ્રથમ માળે એકબીજાની બાજુમાં આવેલી બે ઓફિસ યુનિટનો સમાવેશ થાય છે, જેનું સંયુક્ત કાર્પેટ એરિયા ૩,૮૮૫.૭૭ ચોરસ ફૂટ છે.




