
જેક સ્પેરોની વાપસીની આશા ફરી જાગી જાેની ડેપ ‘પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન ૬’માં પરત ફરવા તૈયાર નિર્માતા જેરી બ્રુકહાઇમર સાથે ફરી કામ કરવાની ઇચ્છા અભિનેતાએ ઇન્ટરવ્યુમાં વ્યક્ત કરી હોલિવૂડ અભિનેતા જાેની ડેપ લોકપ્રિય ફિલ્મ ળેન્ચાઇઝી ‘પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન’ના છઠ્ઠા ભાગમાં કૅપ્ટન જેક સ્પેરોના પાત્રમાં ફરી જાેવા મળી શકે છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ડેપે આ પાત્ર ભજવવાની તૈયારી દર્શાવતાં કહ્યું કે ફ્રેન્ચાઇઝીને યોગ્ય અંત મળે તેવી તેમની ઇચ્છા છે. ‘એન્ટરટેઇનમેન્ટ ટુનાઇટ’ સાથેની વાતચીતમાં ડેપે જણાવ્યું કે જાે ‘પાઇરેટ્સ’ ફ્રેન્ચાઇઝીને વધુ સારી રીતે આગળ લઈ જવાની યોજના હોય તો તેઓ તેમાં જાેડાવા ઇચ્છશે. નિર્માતા જેરી બ્રુકહાઇમર સાથેના સંબંધો અંગે તેમણે કહ્યું કે તેમની સાથેની મિત્રતા ગાઢ છે અને તેઓ તેમની સાથે કોઈ પણ પ્રોજેક્ટમાં કામ કરવા તૈયાર છે.અગાઉ બ્રુકહાઇમરે પણ ડેપની વાપસી અંગે સંકેત આપતાં જણાવ્યું હતું કે તેમની વચ્ચે વાતો ચાલી રહી છે અને ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.જાેની ડેપે અત્યાર સુધી ‘પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન’ની પાંચ ફિલ્મોમાં કૅપ્ટન જેક સ્પેરોનું પાત્ર ભજવ્યું છે. ૨૦૦૩માં આવેલી ‘ધ કર્સ ઓફ ધ બ્લેક પર્લ’થી શરૂ થયેલી આ ફ્રેન્ચાઇઝીની છેલ્લી ફિલ્મ ‘ડેડ મેન ટેલ નો ટેલ્સ’ ૨૦૧૭માં રિલીઝ થઈ હતી. આ પાંચેય ફિલ્મોએ વિશ્વભરમાં કુલ ૪.૫ અબજ ડોલરથી વધુની કમાણી કરી છે. ડેપને આ પાત્ર માટે ઓસ્કર નોમિનેશન પણ મળ્યું હતું. હાલમાં ડેપ પોતાની આગામી ફિલ્મ ‘એબેનેઝર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે ૧૩ નવેમ્બરે રિલીઝ થવાની છે.




