
બારામતી એરપોર્ટ પર ફરી વિમાન દુર્ઘટના બારામતી એરપોર્ટ પર એક ખાનગી કંપનીનું ટ્રેની વિમાન ક્રેશ અકસ્માતમાં કોઈનું મોત થયું નથી, વિમાનને થોડું નુકસાન
પુણેના બારામતી એરપોર્ટ પર એક ખાનગી કંપનીનું ટ્રેની વિમાન ક્રેશ થયું હતું. લગભગ સાત મહિના પહેલા, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પ્લેનની પણ અહીં જ દુર્ઘટના થઈ હતી. પ્રારંભિક અહેવાલો અનુસાર, રવિવારે બપોરે લગભગ ૧૨:૩૫ વાગ્યે વિમાન રનવેથી થોડા અંતરે ક્રેશ થયું હતું. સદનસીબે, અકસ્માતમાં કોઈનું મોત થયું નથી, અને વિમાનને થોડું નુકસાન થયું છે.
પુણેના પોલીસ અધિક્ષક સંદીપ સિંહ ગિલે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે વિમાન લેન્ડિંગ દરમિયાન લપસી ગયું હતું. કાર્વર એવિએશન કંપનીના સેસ્ના ૧૭૨ વિમાન (VT SEX)માં સવાર બે મુસાફરોને ગંભીર ઇજાઓ થઈ ન હતી.
નોંધનીય છે કે સાત મહિના પહેલા, ૨૮ જાન્યુઆરીના રોજ, મહારાષ્ટ્રના સ્વર્ગસ્થ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને અન્ય ચાર સાથીઓનું આ જ હવાઈ પટ્ટી પર વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેમનું લિયરજેટ ૪૫ વિમાન લેન્ડિંગના બીજા પ્રયાસ દરમિયાન ક્રેશ થયું હતું. મૃતકોમાં NCP નેતા, તેમના સુરક્ષા અધિકારી, એક સહાયક અને બે ક્રૂ સભ્યો (પાયલોટ-ઇન-કમાન્ડ સુમિત કપૂર અને ફર્સ્ટ ઓફિસર શાંભવી પાઠક)નો સમાવેશ થાય છે.
આ બાબતે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)નો રિપોર્ટ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. એવી અપેક્ષા છે કે તે આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં જાહેર કરવામાં આવશે. જાે કે, તાજેતરમાં ક્રેશ થયેલ વિમાન એક અલગ કંપનીનું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બારામતી એરસ્ટ્રીપ વિસ્તારને અડીને આવેલા ગોજુબાવી ગામ નજીક સવારે ૮:૫૦ વાગ્યે બનેલી આ ઘટના બાદ વિમાનનો એકમાત્ર તાલીમાર્થી પાયલોટ સુરક્ષિત બચી ગયો હતો. આ વિમાન રેડબર્ડ ફ્લાઇટ ટ્રેનિંગ એકેડેમીનું હતું, જે બારામતી એરસ્ટ્રીપ નજીક કાર્યરત છે. કંપનીએ જણાવ્યું હતું કે તેણે ઘટનાની તપાસ શરૂ કરી છે.




