
અમેરિકા સ્થિત ભારતના રાજદૂતે અમેરિકાને અરીસો બતાવ્યો અમેરિકામાં પણ વિદેશી ભંડોળના નિયમન માટેના કાયદા છે અમેરિકામાં ૧૯૩૮થી ફોરેન એજન્ટ રજિસ્ટ્રેશન (એફસીઆરએ) એક્ટ અને ૨૦૧૦થી ફોરેન એકાઉન્ટ ટેક્સ કોમ્પ્લાયન્સ એક્ટ અમલમા અમેરિકા સ્થિત ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું છે કે ફોરેન કોન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (FCRA)માં કરવામાં આવેલા સુધારાઓનો હેતુ વધુ પારદર્શિતા લાવવાનો છે અને સંસ્થાઓ પાસેથી નક્કી કરાયેલી પ્રક્રિયા મુજબ નાણાં મેળવવાની અપેક્ષા રાખવામાં આવે છે.રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શ્રેણીબદ્ધ પોસ્ટ દ્વારા ક્વાત્રાએ જણાવ્યું હતું કે જાહેર અને રાજકીય ક્ષેત્રોમાં વિદેશી નાણાકીય પ્રવાહોને નિયંત્રિત કરવો એ રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓથી પ્રેરિત એક સાર્વભૌમ ર્નિણય છે. ક્વાત્રાએ જણાવ્યું, “અમેરિકામાં ૧૯૩૮થી ફોરેન એજન્ટ રજિસ્ટ્રેશન (એફસીઆરએ) એક્ટ અને ૨૦૧૦થી ફોરેન એકાઉન્ટ ટેક્સ કોમ્પ્લાયન્સ એક્ટ અમલમાં છે. ઓસ્ટ્રેલિયાએ ૨૦૧૮માં, કેનેડાએ ૨૦૨૪માં કાયદો બનાવ્યો. બ્રિટનની યોજના જુલાઈ ૨૦૨૫માં અમલમાં આવી હતી.યુરોપિયન યુનિયન હાલમાં આ અંગે કાયદો બનાવી રહ્યું છે.” અમેરિકાના એક સાંસદે એફસીઆરએમાં કરાયેલા સુધારાઓ અંગે ચિંતા વ્યક્ત કર્યાના થોડા દિવસો બાદ ક્વાત્રાની આ X પોસ્ટ આવી છે. અમેરિકન સાંસદે દાવો કર્યાે હતો કે આ સુધારાઓથી ભારત સરકારને ચર્ચાે અને ચેરિટેબલ સંસ્થાઓ પર નિયંત્રણ મેળવવાની સત્તા મળી શકે છે. ક્વાત્રાએ જણાવ્યું હતું કે જ્યારે કોઈ સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ કરાય કે સંસ્થા રજીસ્ટ્રેશન સરેન્ડર કરે, ત્યારે વિદેશી યોગદાન તેમજ તેમાંથી ઊભી કરેલી સંપત્તિ પહેલેથી જ રાજ્ય સરકારની સત્તા હેઠળ આવે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ જાેગવાઈ ૨૦૧૦થી અમલમાં છે.




